ગંભીર@વાવ: સાફ-સફાઇના અભાવે માઇનોર કેનાલમાં 15 ફૂટનું ગાબડું

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠાની કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડાં પડવાનું યથાવત છે. આજે સવારે વાવની બુકણા માઇનોર કેનાલ-ર માં 15 ફૂટનું ગાબડું પડ્યુ હોવાનું સામે આવ્યુ છે. સરહદી વિસ્તારની કેનાલમાં વારંવાર ગાબડાં પડતાં ખેડૂતોમાં ભારે આક્રોશની સ્થિતિ છે. નર્મદાની માઇનોર કેનાલમાં જંગલ કટીંગ કે સાફ-સફાઇ કર્યા વગર અને હલ્કી ગુણવત્તાના કામને કારણે
 
ગંભીર@વાવ: સાફ-સફાઇના અભાવે માઇનોર કેનાલમાં 15 ફૂટનું ગાબડું

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠાની કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડાં પડવાનું યથાવત છે. આજે સવારે વાવની બુકણા માઇનોર કેનાલ-ર માં 15 ફૂટનું ગાબડું પડ્યુ હોવાનું સામે આવ્યુ છે. સરહદી વિસ્તારની કેનાલમાં વારંવાર ગાબડાં પડતાં ખેડૂતોમાં ભારે આક્રોશની સ્થિતિ છે. નર્મદાની માઇનોર કેનાલમાં જંગલ કટીંગ કે સાફ-સફાઇ કર્યા વગર અને હલ્કી ગુણવત્તાના કામને કારણે ગાબડાં પડી રહ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવ પંથકની બુકણા માઇનોર-ર કેનાલમાં આજે સવારે 15 ફૂટનુંગાબડું પડ્યુ હોવાનું સામે આવ્યુ છે. કેનાલોમાં સાફ-સફાઇ અને જંગલ કટીંગ કર્યા વગર પાણી છોડવામાં આવતાં વારંવાર ગાબડાં પડતા હોવાન ગંભીર આક્ષેપો ખેડૂતોએ કર્યા છે. જોકે આજે પડેલા ગાબડાંમાં માઇનોર કેનાલથી ખેતરો થોડા દૂર હોવાથી પાક નુકશાન ટળી હતી. જોકે મોટી માત્રામાં પાણીનો બગાડ થતાં ખેડૂતોમાં ભારે રોષની સ્થિતિ છે.