આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી

વાવ તાલુકા પંચાયત હેઠળ ગ્રામ વિકાસ એજન્સી દ્વારા થયેલા કામો સામે ગંભીર બાબતો સામે આવી છે. વિવિધ યોજનાઓમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાની ખુદ તાલુકા પંચાયત પ્રમુખે રજૂઆત કરી છે. આ સાથે જો તટસ્થ તપાસ નહિ થાય તો કોર્ટ સુધી લડી લેવાની ચિમકી આપી છે. સૌથી મોટી વાત છે કે, પ્રમુખ ભાજપી હોઇ તાલુકામાં સરકારનો વહીવટ સવાલો વચ્ચે આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાથી અત્યંત સંવેદનશીલ વિગતો બહાર આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા, આવાસ અને શૌચાલય સહિતની યોજનાઓ દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનો સનસનીખેજ આક્ષેપ થયો છે. વાવ તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઈ રાજપૂતે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં રજૂઆત સહ ચિમકી ઉચ્ચારી છે. જેમાં શૌચાલય યોજના, મનરેગાના કામો અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કરોડોની રકમનું બારોબારીયુ થયાનો ઉલ્લેખ કર્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રમુખની રજૂઆતથી ચુકવણી કરનાર ગ્રામ વિકાસ એજન્સી, તાલુકા પંચાયતના કર્મચારી- અધિકારી, સખી મંડળ અને તલાટીની ભૂમિકા શંકાસ્પદ બની છે. તાલુકા પંચાયત પ્રમુખે અગાઉ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છતાં તપાસ અધ્ધરતાલ રહ્યાનો ઘટસ્ફોટ કર્યો છે. ભાજપના દિગ્ગજ આગેવાન અને પંચાયત પ્રમુખની કરોડોના ભ્રષ્ટાચારની રજૂઆત અને ચિમકી અનેક સવાલો ઉભા કરી ઘણુંબધું જણાવી રહી છે.

શૌચાલયો કાગળ ઉપર, ગરીબો લાભથી વંચિત

વાવ તાલુકા પંચાયત પ્રમુખે રજૂઆતમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે અનેક બાબતોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં શૌચાલયો માત્ર કાગળ ઉપર હોવાનો તેમજ ગરીબો હજુપણ લાભથી વંચિત રહ્યાનું જણાવતાં તત્કાલીન તમામ ટીડીઓ અને નિયામકની ભૂમિકા વધુ શંકાસ્પદ બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code