આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા કલેકટર કચેરી દ્વારા ગત લોકસભા ચુંટણીમાં મતદાન દરમ્યાન વિડીયોગ્રાફી સહિતના અનેક પ્રકારે ખર્ચ કરવામાં આવ્યા હતા. જેમાં ઠેકેદારોને કામ સામે બિલ નહિ મળ્યાની સનસનીખેજ વિગત બહાર આવી છે. ખેરાલુ મતવિસ્તારમાં વિડીયોગ્રાફી કરનાર ઠેકેદારને સરેરાશ 3.5 લાખથી વધુનુ બિલ નહિ મળતા આખરે મરવા તૈયાર થયા છે. સમગ્ર મામલે વહીવટી તંત્રને આત્મવિલોપનની ચિમકી આપતા ચકચાર મચી ગઇ છે.

swaminarayan
advertise

મહેસાણા લોકસભા ચુંટણી દરમ્યાન જીલ્લા ચુંટણી અધિકારી સહિતના અધિકારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વિડીયોગ્રાફી અને મંડપ સહિતના ઠેકા આપી સેવાઓ લેવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી ખેરાલુ મત વિસ્તારમાં થયેલ વિડીયોગ્રાફીનું બિલ બાકી હોવાનું બહાર આવ્યુ છે. ઠેકેદાર સોનીભાઇએ અગાઉ અવાર-નવાર બિલ મામલે ઉઘરાણી કર્યા છતાં જીલ્લા ચુંટણી તંત્ર થકી રકમ મળી નથી.

સમગ્ર મામલે વિડીયોગ્રાફર ઠેકેદારે સરેરાશ 3.5 લાખના બિલ નહિ મળતાં મરવા તૈયારી બતાવી છે. સોનીભાઇ નામના વ્યકિતએ મહેસાણા જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા બિલ નહિ મળતાં આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારતા હડકંપ મચી ગયો છે. વહીવટી તંત્રના ખાનગી સેવા લીધા બાદ ચુકવણાંની ગંભીરતા હોવા સામે સવાલો ઉભા થયા છે.

30 Sep 2020, 2:46 AM (GMT)

COVID-19 Global Stats

33,920,824 Total Cases
1,013,951 Death Cases
25,208,716 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code