આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

કોરોના વાયરસને લઇ ગુજરાતમાં પોઝિટીવ કેસોની સંખ્યા 1000ની ઉપર પહોંચી છે. આ તરફ સાવચેતીના ભાગરૂપે બેચરાજીના સામાજીક આગેવાન કિરીટભાઇ પટેલ દ્રારા ચાર સેનેટાઇઝર ટનલ આપવામાં આવ્યા છે. આ સાથે તેમના ક્લબ હાઉસમાં પોલીસકર્મીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના દેવગઢ ગામના વતની કિરીટભાઇ પટેલ દ્રારા સાવચેતીના ભાગરૂપે સેનેટાઇઝર ટનલ આપવામાં આવી છે. બેચરાજી તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશન, મામલતદાર અને ગ્રામ પંચાયતમાં કુલ 4 સેનેટાઇઝર ટનલ મોકલવામાં આવ્યા હતા. આ સાથે તેમના ક્લબ હાઉસમાં પોલીસ કર્મચારીઓને રહેવા-જમવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં પોલીસકર્મીઓને ઘર જેવું જમવાનું મળી રહે તે માટે ખાસ રસોઇયાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સમગ્ર મામલે કિરીટભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસને અટકાવવા પોલીસ 24 કલાક ફરજ પર હોય છે. એમાંય કેટલાક કર્મચારીઓને ઘરથી દૂર રહેવું પડતુ હોય છે. આવી સ્થિતિમાં તેમને પણ ઘર જેવું ભોજન મળી રહે તે માટે ક્લબ હાઉસમાં જ રસોઇયા સાથે ખાસ ભોજનની વ્યવસ્થા કરી છે. 30 માર્ચથી શરૂ થયેલી આ સેવામાં જરૂર પડશે ત્યાં સુધી ચાલુ રાખીશુ.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code