સેવા@પાલાવાસણા: સરકારી અનાજથી વંચિત લોકો માટે સરપંચે બીડું ઝડપ્યું

અટલ સમાચાર, મહેસાણા કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે મહેસાણા તાલુકાના ગામે સેવાકિય પ્રવૃત્તિ સામે આવી છે. લોકડાઉનમાં સરકાર દ્રારા મફત સરકારી અનાજ વિતરણની જાહેરાત કરવામાં આવેલી છે. તેમ છતાં જેમને રાશન ના મળતું હોય અને જેના ઘરે રસોઇ કરવાના સામાનની તકલીફ હોય તેવા તમામ લોકોને બે ટાઇમ જમાવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
 
સેવા@પાલાવાસણા: સરકારી અનાજથી વંચિત લોકો માટે સરપંચે બીડું ઝડપ્યું

અટલ સમાચાર, મહેસાણા

કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે મહેસાણા તાલુકાના ગામે સેવાકિય પ્રવૃત્તિ સામે આવી છે. લોકડાઉનમાં સરકાર દ્રારા મફત સરકારી અનાજ વિતરણની જાહેરાત કરવામાં આવેલી છે. તેમ છતાં જેમને રાશન ના મળતું હોય અને જેના ઘરે રસોઇ કરવાના સામાનની તકલીફ હોય તેવા તમામ લોકોને બે ટાઇમ જમાવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સેવા@પાલાવાસણા: સરકારી અનાજથી વંચિત લોકો માટે સરપંચે બીડું ઝડપ્યું

મહેસાણાના પાલાવાસણા ગામે લોકડાઉન લાગુ કરાયું ત્યારથી લઇ આજ દિન સુધી જરૂરીયાતમંદો માટે મફત જમવાની સુવિધા ઉભી કરવામાં આવી છે. ગામના સરપંચ આશાબેન પટેલ દ્રારા સેવાકિય પ્રવૃતિના ભાગરૂપે અન્નપુર્ણા હોટલ અને ગામના દાતાઓ તરફથી રોજ છેલ્લા ૭ દિવસથી બે ટાઇમ જમવાનું આપવામાં આવે છે. આ સાથે ગામ સહિત આસપાસના ગામના જરૂરિયાતમંદ લોકોને પણ જમવાનું આપવામાં આવી રહ્યુ છે. આ સાથે સરકારી અનાજ લેવા આવતા લોકોને ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ.