સેવા@સુંધાજી: લોકડાઉનમાં ચામુંડા માતા મંદિરમાં વાનરોને ભોજન કરાવ્યું
અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસ ને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનના પગલે પ્રસિદ્ધ યાત્રાધામ સુંધાજી ખાતે અનોખી જીવ સેવા સામે આવી છે.ભાવિકોની અવરજવર બંધ થઈ જતા અબોલ વાનરસેના મુશ્કેલીમાં મુકાઇ હતી. જોકે સુંધા ચામુંડા માતા મંદિરના 15 લોકો દરરોજ જાતે જ ભોજન બનાવી વાનરોની ઉમદા સેવા કરી રહ્યા છે. રાજસ્થાનના પવિત્ર યાત્રાધામ સૂંધાજી પણ કોરોના ને
Apr 4, 2020, 20:16 IST

અટલ સમાચાર, ડેસ્ક
કોરોના વાયરસ ને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનના પગલે પ્રસિદ્ધ યાત્રાધામ સુંધાજી ખાતે અનોખી જીવ સેવા સામે આવી છે.ભાવિકોની અવરજવર બંધ થઈ જતા અબોલ વાનરસેના મુશ્કેલીમાં મુકાઇ હતી. જોકે સુંધા ચામુંડા માતા મંદિરના 15 લોકો દરરોજ જાતે જ ભોજન બનાવી વાનરોની ઉમદા સેવા કરી રહ્યા છે.
રાજસ્થાનના પવિત્ર યાત્રાધામ સૂંધાજી પણ કોરોના ને કારણે હાલ બંધ છે. સુંધા માતા મંદિર પરિસરમાં જ રહેતા વાનરોને આહારની મુશ્કેલી સર્જાઈ હતી. જેને લઇ સુંધા ચામુંડા માતા મંદિરના 15 લોકો દરરોજ જાતે જ ભોજન બનાવી વાનરોની ઉમદા સેવા કરી રહ્યા છે. સુંધાજી ખાતે 500 થી વધુ વાનરોની ઉમદા સેવા ચાકરી કરાઈ રહી છે.