આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ,કાંકરેજ (દશરથ ઠાકોર-રામજી રાયગોર)

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે સંત સદારામ બાપાનો આશ્રમ આવેલો છે. ઠાકોર સમાજના ભગવાન ગણાતાં સંત સદારામ બાપા હમણા જ બ્રહ્મલીન થયા ત્યારે, ઠાકોર સમાજ સાથે અઢારે સમાજના બાપાના ભગતો બહુ દુઃખી થયા હતા. આજે ગુરૂપુર્ણિમાના પવિત્ર દિવસે ટોટાણા ધામ ખાતે દર્શનાર્થે આવતા યાત્રાળુંઓ માટે વોટ્સએપ ગ્રુપ દ્રારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

બનાસકાંઠા જિલ્લાના વાવ, ભાભર, કાંકરેજ, દિયોદર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો દ્રારા ટાઇગર ઓફ બી.કે વોટ્સએપ ગ્રુપ ચાલે છે. આ ગ્રુપ દ્રારા દિયોદર તાલુકાના જાલોઢા ગામના ગરીબ પરિવારને આર્થિક સહાય કરવામાં મહત્વનો ફાળો રહયો છે. ત્યારે આજે ગુરૂ પૂર્ણિમા હોય હજારોની સંખ્યામાં ભગતો પગપાળા આવવાના હોય તે ગ્રુપમાં ચર્ચા કરવામાં આવી કે આપણે આ ગ્રુપ દ્રારા સેવા કેમ્પ રાખવાનો હોય તેમાં ફાળો આપવાની વાત કરતાં તમામ ક્ષત્રિય ઠાકોર સમાજ યુવાનો દ્રારા 100 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા સુધીનો ફાળો આપવાનો ચાલુ કર્યો હતો.

આ ગ્રુપ ઘ્વારા મંડપ, પાણી, દૂધ, ખાંડ જેવી વસ્તીઓના ગ્રુપમાંથી જ દાતાઓ બન્યા હતા. આજે ગુરૂ પૂર્ણિમા હોવાથી ચૌદશની સાંજથી આ કેમ્પ ચાલુ કરવામાં આવ્યો હતો અને આજે પણ આખો દિવસ કેમ્પ ચાલુ રહયો હતો. સંત સદારામ બાપાના આશ્રમ ટોટાણા ખાતે આવતા પગપાળા આવતા હજારો લોકોએ નાસ્તો ચા, પાણી કરીને ક્ષત્રિય ઠાકોર સમાજ યુવાનો દ્રારા સારી એવી સેવા આપતાં સૌ લોકો એ અને ઠાકોર સમાજના આગેવાનોએ અને રાજકીય આગેવાનો તેમને ખૂબ ખૂબ બિરદાવ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code