ખેડબ્રહ્મા તાલુકામાં શાૈચાલયનું 25 લાખથી વધુનું ચુકવણું સેટિંગથી કર્યું !

અટલ સમાચાર, ખેડબ્રહ્મા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના અલગ-અલગ ગામોમાં શાૈચાલયનું ચુકવણું કાગળ ઉપર સેટિંગ કરી ચુકવવામાં આવ્યું છે. કોઈ એક લાભાર્થીનો ફોટો અન્ય લાભાર્થીને ઉપયોગમાં લેવડાવી રકમ ચુકવી દેવાઈ છે. તાલુકામાં 25 લાખથી વધુનું ચુકવણું અનેક પરિવારો વચ્ચે તંત્ર અને સ્થાનિકોએ કરાવ્યું છે. ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ, વાલરણ, ચિખલા અને સિતોલ સહિતના ગામોમાં સ્વચ્છ ભારત મિશન
 
ખેડબ્રહ્મા તાલુકામાં શાૈચાલયનું 25 લાખથી વધુનું ચુકવણું સેટિંગથી કર્યું !

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના અલગ-અલગ ગામોમાં શાૈચાલયનું ચુકવણું કાગળ ઉપર સેટિંગ કરી ચુકવવામાં આવ્યું છે. કોઈ એક લાભાર્થીનો ફોટો અન્ય લાભાર્થીને ઉપયોગમાં લેવડાવી રકમ ચુકવી દેવાઈ છે. તાલુકામાં 25 લાખથી વધુનું ચુકવણું અનેક પરિવારો વચ્ચે તંત્ર અને સ્થાનિકોએ કરાવ્યું છે.

ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ, વાલરણ, ચિખલા અને સિતોલ સહિતના ગામોમાં સ્વચ્છ ભારત મિશન યોજનામાં સેટિંગ કરી લાભ અપાયો હોવાનું સામે આવ્યું છે. કેટલાક ગામોમાં કોઈ ચોક્કસ સમાજના લાભાર્થીઓને ખોટા અને વિગતોમાં ચેડાં કરાવી રકમ ચુકવાઈ છે. તાલુકાના સરેરાશ 200થી વધુ પરિવારો પૈકી કેટલાકને અગાઉથી શાૈચાલય હતા, કેટલાકે અન્ય લાભાર્થીઓનો ફોટાનો ઉપયોગ કરી, કેટલાકે દુબાર સહિતની રીત-રસમો અપનાવી લાભ મેળવી લીધો છે.

સમગ્ર કામગીરીમાં તંત્ર સાથે સંકળાયેલા અમલીકરણ કર્મચારી અને સ્થાનિક આગેવાનોએ એકબીજાને સાચવી લેવાની ગણતરી રાખી શાૈચાલયની રકમ ચુકવી આપી છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યુ ંહતું કે, જે-તે ગામોમાં તપાસને અંતે ઘટતી કાર્યવાહી કરવામાં આવશે.