સેવાસદન@સુઇગામ: લીપ બંધ હોવાથી વિકલાંગોની હાલત કફોડી
અટલ સમાચાર, સુઇગામ બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકા સેવા સદન કચેરી તાજેતરમાં બનાવવામાં આવી છે. જેમાં બે માળનું બાંધકામ વિકલાંગો માટે સગવડને બદલે અગવડ ઉભી કરી રહ્યું છે. લીપની સગવડ માત્ર દેખાડા પૂરતી હોવાનું સામે આવ્યું છે. લીપ છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ હાલતમાં છે. સુઇગામ તાલુકા પંચાયતમાં વિવિધ કામ અર્થે આવતા અપંગ અરજદારોને ભારે હાલાકી
                                          Jun 10, 2019, 15:04 IST
                                            
                                        
                                    
 અટલ સમાચાર, સુઇગામ
બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકા સેવા સદન કચેરી તાજેતરમાં બનાવવામાં આવી છે. જેમાં બે માળનું બાંધકામ વિકલાંગો માટે સગવડને બદલે અગવડ ઉભી કરી રહ્યું છે. લીપની સગવડ માત્ર દેખાડા પૂરતી હોવાનું સામે આવ્યું છે. લીપ છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ હાલતમાં છે.
સુઇગામ તાલુકા પંચાયતમાં વિવિધ કામ અર્થે આવતા અપંગ અરજદારોને ભારે હાલાકી પડી રહી છે. બે માળનાં બિલ્ડીંગમા આવેલી શાખાઓમાં જવા પગથિયાં સાથે લીપ પણ છે. જોકે લીપ જાણે દેખાવ પૂરતી હોય તેમ ચાલુ જ નથી. આથી વિકલાંગ અરજદારો પોતાના કામ અર્થે આવતા દરમિયાન ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વિકલાંગ અરજદારો લિપ બંધ હાલતમાં જોઈ પગથિયાં ચડવા મજબૂર બન્યા છે.

