આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસું નિષ્ફળ જતા ખેડુતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. ત્યારે ખેડુતોને પાણી અને ઘાસચારા માટે શુક્રવારે પાટણ જીલ્લાના શંખેશ્વર ખાતે આઝાદ વિકાસ સંગઠન ઘ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

આઝાદ વિકાસ સંગઠન અને માલધારી વિકાસ સંગઠન ઘ્વારા શંખેશ્વર તાલુકાના છેવાડાના દરેક ગામના ખેડુતોને પાણી અને પુરતો ઘાસચારો મળી રહે તે માટે મોટી સંખ્યામાં ભેગા મળી શુક્રવારે શંખેશ્વર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં માલધારી વિકાસ સંગઠનના કન્વીનર શ્યામભાઇ દેસાઇ,રામભાઇ ભરવાડ અને આઝાદ વિકાસ સંગઠનના પ્રમુખ વિનોદ ઠાકોર સહિત મોટી સંખ્યામાં માલધારીઓ અને પશુપાલકો હાજર રહયા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code