શક્તિપીઠ: 52 શક્તિપીઠ પૈકી ગુજરાતમાં 4 ધામ આવેલાં છે, જાણો આદ્યશક્તિનાં મંદિરો વિશે

અટલ સમાચાર, ડેસ્ક દેશભરમાં આવેલા આદ્યશક્તિના 52 શક્તિપીઠ પૈકી 4 તો ગુજરાતમાં જ આવેલા છે. ત્રણ શક્તિપીઠ ખૂબ જાણીતા છે પરંતુ 52મું શક્તિપીઠ જેને શક્તિપીઠની માન્યતા મળ્યે હજી બે વર્ષ જ થયાં છે. જે ભરૂચમાં આવેલું અંબેમાતાનું મંદિર છે. તેના વાચકો સમક્ષ ગુજરાતમાં આવેલા ચાર શક્તિપીઠ વિશે જણાવી રહ્યું છે. એક માન્યતા એવી પણ છે
 
શક્તિપીઠ: 52 શક્તિપીઠ પૈકી ગુજરાતમાં 4 ધામ આવેલાં છે, જાણો આદ્યશક્તિનાં મંદિરો વિશે

અટલ સમાચાર, ડેસ્ક

દેશભરમાં આવેલા આદ્યશક્તિના 52 શક્તિપીઠ પૈકી 4 તો ગુજરાતમાં જ આવેલા છે. ત્રણ શક્તિપીઠ ખૂબ જાણીતા છે પરંતુ 52મું શક્તિપીઠ જેને શક્તિપીઠની માન્યતા મળ્યે હજી બે વર્ષ જ થયાં છે. જે ભરૂચમાં આવેલું અંબેમાતાનું મંદિર છે. તેના વાચકો સમક્ષ ગુજરાતમાં આવેલા ચાર શક્તિપીઠ વિશે જણાવી રહ્યું છે.

એક માન્યતા એવી પણ છે કે, ભગવાન શિવજી જ્યારે સતીના દેહત્યાગથી વિહવળ થઈ ગયા ત્યારે સતીનું શબ હાથમાં લઈને પૃથ્વી પર ઉલ્કાપાત મચાવી દીધો. પત્ની વિયોગમાં ડૂબી ગયેલા શિવને વિયોગમાંથી બહાર કાઢવા માટે વિષ્ણુએ દેવી સતીના શરીરના સુદર્શન ચક્રથી અનેક ટુકડા કરી નાંખ્યા. તે પૃથ્વી પર વિવિધ જ્ગ્યાઓએ પડ્યાં. તે ટૂકડા જ્યાં જ્યાં પડ્યાં ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવી. શક્તિપીઠ માત્ર ભારતમાં જ નહીં પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળમાં પણ આવેલી છે. તો ચાલો આ 4 શક્તિપીઠ વિષે જાણકારી મેળવીએ…

અંબાજી શક્તિપીઠ-
ગુજરાતની ઉત્તરમાં આવેલી અરાવલ્લી પર્વતની ગીરીમાળામાં ગબ્બર આવેલો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. તેનું મુળ સ્થાનક તો ગબ્બર છે જેને આરાશુરનુ શિખર તરીકે ઓળખવામાં આવે છે. એવુ કહેવાય છે કે ભગવતી જગદંબાએ અહીંયા આરાસુરનો સંહાર કર્યો હતો. આરાસુર ઉપરાંત માએ મહીષાસુર, ધુમ્રલોચન અને શુંભ- નીશુંભનો નાશ પણ કર્યો હતો. અહીં અખંડ ઘી નો દીવો આજે પણ સતત પ્રગટે છે. આ મંદિરનો વિસ્તાર ચાચર ચોકના નામથી પણ ઓળખાય છે. આ મંદીરમાં પગ મુકતા મનની મલીનતા દુર થઈ જાય છે એવી માન્યતા છે. આ શક્તિપીઠમાં બાળક્રૃષ્ણની બાબરી ઉતારવાનો સંસ્કારવિધી થયેલી એવો પુરાણોમાં ઉલ્લેખ છે. આમ આ શક્તિપીઠ શ્રીક્રુષ્ણના ચરણસ્પર્શ થી પણ પાવન થયેલી છે. ગબ્બર પર્વતના આરાશુર શિખર પર માતા સતીના હ્રદયનો ભાગ ખરી ને પડ્યો હતો. એટલે આ શક્તિપીઠ સર્વે શક્તિપીઠોમાં હ્રદય સ્થાન ધરાવે છે. ઘણાય પુરાણોમાં આ શક્તિપીઠનો ઉલ્લેખ થયેલો છે. નવરાત્રિમાં અહીં ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામે છે. દેશ વિદેશમાંથી લોકો ચાચર ચોકમાં ગરબા ગાવા માટે ઉત્સાહિત હોય છે.

પાવાગઢ શક્તિપીઠ-
જ્યારે પણ આપણાં અમદાવાદી મિત્રોને એક દિવસની રજા મળે કે તરત તેઓ આસપાસમાં આવેલ કોઈ સારી જગ્યાએ ફરવા જવા માટે વિચારતા હોય છે. પાવાગઢ શક્તિપીઠએ જયારે ભગવાન વિષ્ણુએ સતી માતાના શરીરના ટુકડા કર્યા હતા ત્યારે અહિયાં માતાજીના જમણા પગની આંગળી પડી હતી એટલાં માટે આ શક્તિપીઠ અહિયાં છે. અહિયાં માતા એ મહાકાળી સ્વરૂપે બિરાજમાન છે મહાકાળી માતાએ રક્તબીજ નામના રાક્ષસનો વધ કરવા માટે તેના શરીરના બધા જ રક્તનું સેવન કર્યું હતું. આ સિવાય માતા મહાકાળીએ ચંડ અને મુંડ નામના બીજા રાક્ષસોનો પણ વધ કર્યો હતો. ભક્તો અહિયાં દર્શન કરવા આવે છે તેઓ પગથીયા ચઢીને પણ માતાજીના દર્શન કરવા જઈ શકે છે અને જો કોઈ વડીલથી ચઢાય એમ ના હોય તો તેઓ અહિયાં આપેલ રોપ-વેની મદદથી પણ ઉપર ચઢી શકે છે. પાવાગઢ એ પંચમહાલ જીલ્લાના હાલોલ નજીક આવેલ છે. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢનું મંદિર આવેલું છે. પાવાગઢ મહાકાળી માતાના શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર ખૂબ જ પૌરાણિક ઐતિહાસિક અને ધાર્મિક તથા પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે લગભગ જ એવો કોઈ ગુજરાતી હશે જેણે આ પવિત્ર શક્તિપીઠની મુલાકાત ના લીધી હોય. જયારે પણ આપણને એક કે બે દિવસની રજાઓ મળે છે અને આપણે કોઈ નજીકના સ્થળની મુલાકાત લેવાનું નક્કી કરીએ ત્યારે આપણા લીસ્ટમાં સૌથી પહેલા નામ આવે છે પાવાગઢનું. લગભગ દરેક લોકો આવું વિચારતા હોય જ છે. અહિયાં જવા માટે તમે પ્રાઇવેટ સાધન પણ કરી શકો અને એસ ટી બસ પણ લઇ શકો છો, અહિયાં પાવાગઢ પાસે જ જાંબુઘોડાનું જંગલ આવેલ છે તો તમે ત્યાં પણ જઈ શકો છો.

બહુચરાજી શક્તિપીઠ-
ગુજરાતમાં મહેસાણા પાસે આવેલ આ સ્થાન એટલે બહુચરાજી. કહેવાય છે કે આ જગ્યાએ સતી માતાનો ડાબો હાથ પડ્યો હતો. આ મંદિરની એવી માનતા છે કે જો કોઈ બાળક સમયસર બોલતા શીખતું નથી કે પછી અટકી અટકીને બોલે છે તો આ મંદિરની બાધા રાખવાથી બાળક જલ્દી જ બોલતું થઇ જાય છે. અહિયાં ચૈત્ર મહિનામાં બહુ મોટો મેળો ભરાય છે. બહુચરાજીથી ફક્ત 14 કિલોમીટર દુર મોઢેરાનું સૂર્યમંદિર આવેલ છે તો જો તમે આ મંદિરે કે મોઢેરા જવાનું વિચારો છો તો બંને સ્થળની મુલાકાત જરૂરથી લેજો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભરૂચનું અંબાજી શક્તિપીઠ-
ગુજરાતમાં આવેલાં ત્રણ શક્તિપીઠ ખૂબ જાણીતા છે પરંતુ 52મું શક્તિપીઠ જેને શક્તિપીઠની માન્યતા મળ્યે હજી બે વર્ષ જ થયા છે જે ભરૂચમાં આવેલું અંબેમાતાનું મંદિર છે. ગુજરાતમાં નર્મદા નદીનાં કાંઠે સૌથી વધુ વિવિધ દેવી દેવતાનાં મંદિરો આવેલાં છે જે પૈકી ભરૂચ શહેરમાં પણ વિવિધ પૌરાણિક મંદિરો આવેલાં છે જૂના ભરૂચનાં દાંડિયાબજાર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં માં અંબાનું સ્થાનક આવેલું છે અંબાજી, પાવાગઢ, બહુચરાજી બાદ હવે ભરૂચનું આ અંબાજી માતાજીનું મંદિર શકિતપીઠ તરીકે ઓળખાશે.

આ મંદિરની સ્થાપના વિશે પુરાણોમાં ડોકિયું કરીએ તો વર્ષ 1944માં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી મંદિરમાં સૌ પ્રથમ ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી સમયના ચક્રની સાથે ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમા ખંડિત થતાં વર્ષ 1953માં મંદિરનો જીર્ણોદ્દાર કરી આરસની પ્રતિમાનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું 71 વર્ષ જૂના આ મંદિરમાં દૈનિક 1,000 કરતાં વધારે શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં શિશ નમાવી તેમના આશિષ મેળવવાનો પ્રયાસ કરે છે .