શામળાજી: 12 કિલો ચરસ ગાડીમાં છૂપાવી લાવતા 2ની ધરપકડ
અટલ સમાચાર,શામળાજી અમદાવાદ નાર્કોટિક્સ ટીમે શામળાજી પાસેથી 12 કિલો ચરસ સાથે બે ડ્રગ દલાલોની ધરપકડ કરવામાં આવી છે. નાર્કોટીક્સ વિભાગે બાતમીના આધારે જમ્મુ-કાશ્મીરના 2 શખ્સોને કારમાં ચરસ સાથે ઝડપી લીધા હતા. અમદાવાદ નાર્કોટિક્સ ટીમને બાતમી મળી હતી કે, જમ્મુ કાશ્મીરના ઉરીના બે શખ્સો ચરસ ગાડીમાં છુપાવી અમદાવાદ તરફ આવી રહયા છે. તે બાતમીને આધારે અમદાવાદ
Mar 4, 2019, 15:52 IST

અટલ સમાચાર,શામળાજી
અમદાવાદ નાર્કોટિક્સ ટીમે શામળાજી પાસેથી 12 કિલો ચરસ સાથે બે ડ્રગ દલાલોની ધરપકડ કરવામાં આવી છે. નાર્કોટીક્સ વિભાગે બાતમીના આધારે જમ્મુ-કાશ્મીરના 2 શખ્સોને કારમાં ચરસ સાથે ઝડપી લીધા હતા.
અમદાવાદ નાર્કોટિક્સ ટીમને બાતમી મળી હતી કે, જમ્મુ કાશ્મીરના ઉરીના બે શખ્સો ચરસ ગાડીમાં છુપાવી અમદાવાદ તરફ આવી રહયા છે. તે બાતમીને આધારે અમદાવાદ નાર્કોટિક્સ ટીમે કારની બ્રેકલાઈટમાં છુપાવી ચરસની હેરાફેરી કરતાં બે શખ્સોની અટકાયત કરી છે.
હાલમાં આ આરોપીઓના નામ મુશ્તાક અને જાહિદ હોવાનું ખુલ્યુ છે. જો કે,સાથેએક ગુજરાતી શખ્સની પણ ધરપકડ કરાઈ છે. પોલીસે બન્ને દલાલો સાથે ચરસનો જથ્થો કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.