આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,શામળાજી

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીકથી કેપ્ટીવા ગાડીમાંથી 2 હરિયાણાના બુટલેગરોને દેશી પિસ્તોલ સાથે 1.44 લાખના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તથા દેશી હાથ બનાવટની રિવોલ્વર અંગે આર્મ્સ એક્ટ હેઠળ અલાયદો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શામળાજી PSI કેતન વ્યાસ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે આવી રહેલી સેવરોલેટ કેપ્ટીવાને અટકાવી તલાસી લેતા કારમાં પાછળના ભાગે સીટ નીચે ગુપ્ત ખાનામાં સંતાડેલી વિદેશી દારૂની બોટલ નંગ-480 કિં.રૂ.1,44,000નો જથ્થો જપ્ત કરી નરેન્દ્ર કુમાર ધાણક અને મોનુ ધરમસિંગ ચમારની અંગ ઝડતી લેતા તેમની પાસેથી દેશી પિસ્તોલ પણ મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી બંને બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

શામળાજી પોલીસે કેપ્ટીવા ગાડી માંથી વિદેશી દારૂ કિં.રૂ.1,44,000 દેશી પિસ્તોલ નંગ-1 કિં.રૂ.10,000 મોબાઈલ નંગ-2 કિં.રૂ.1500 તથા કેપ્ટીવા ગાડી કિં.રૂ.5,00,000 મળી કુલ રૂ.6,45,500નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ ભરી આપનાર લાઈન પર વસ્તી, બહાદુર ગઢ હરિયાણાના બુટલેગર સુમિત વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તથા દેશી હાથ બનાવટની રિવોલ્વર કિં.રૂ.10,000અંગે આર્મ્સ એક્ટ હેઠળ અલાયદો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code