આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,શામળાજી

શામળાજી-ભિલોડા રોડ પર શામળપુર ગામ નજીક આઈવા ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર નાના કંથારિયાના બે આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નિપજતા હાહાકાર મચ્યો હતો. શામળાજી પીએસઆઈ કેતન વ્યાસ તાબડતોડ અકસ્માત સ્થળે પહોંચી બંને યુવકોના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

add bjp

અકસ્માતમાં મૃત્યુ પામેલ મયુર કુમાર શૈલેષ ભાઈ સુવેરા આર્મીમાં ફરજ બજાવતો હતો અને પરિવારમાં એક જ પુત્ર હોવાથી પરિવારનો કુળ દિપક બુજાતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. નાના કંથારિયાનો અને લશ્કરમાં ફરજ બજાવતો મયુર કુમાર શૈલેષભાઇ સુવેરા (ઉં.વર્ષ-૨૫) કામકાજ અર્થે રજા પર વતન આવ્યો હતો.

darda new add mehsana
Advertisement

શુક્રવારે ગામના જ મિત્ર લુકિયશકુમાર એલિયા ગામેતી (ઉં.વર્ષ-૨૨) એવેન્જર બાઈક પર શામળાજી થી ભિલોડા તરફ પસાર થતા શામળપુર ગામ નજીક કાળ બની ત્રાટકેલા આઈવા ડમ્પર (ગાડી.GJ 31 C 4426 )ના ચાલકે ગફલતભરી રીતે હંકારી ધડાકાભેર ટક્કર મારતા બાઈકના બે ટુકડા થઈ જતા બાઈક સવાર ફોજી યુવક અને મિત્ર રોડ પર પટકાતા બંનેનું ઘટનાસ્થળે મોત થઈ જતા અકસ્માતના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

jugalji thakor abhinadan add

શામળાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને યુવકની લાશને પીએમ માટે ખસેડી ફોજી યુવકની માતા દિપીકાબેન શૈલેષભાઇ સુવેરાની ફરિયાદના આધારે અકસ્માત સર્જી ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code