આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અરવલ્લી

અમદાવાદ-ઉદેપુર નેશનલ હા.નં-૮ પર શામળાજીથી હિંમતનગર ફોર ટ્રેક હાઈવે બેફામ ગતિએ હંકારતા મોટા વાહન ચાલકોને ભોગે નાના વાહન ચાલકો અને રાહદારીઓ સતત જીવ ગુમાવી રહ્યા હોવાથી અકસ્માત ઝોન જાહેર કર કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. ધૂળેટી પર્વમાં કુશ્કી ગામના દંપતી બાઈક લઈ મિત્રના જેમના પ્રસંગમાં હાજરી આપી હિંમતનગરથી કુશ્કી ઘરે પરત ફરતી સમયે સુનોખ ગામ નજીક પાછળથી અજાણ્યા વાહને અડફેટે લેતા દંપતી રોડ પર પટકાયું હતું. જેમાં પતિની આંખો સામે પત્નીનું કમકમાટી ભર્યું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી. પતિના શરીરે ઈજાઓ પહોંચતા તાબડતોડ મોડાસા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતના પગલે દોડી આવેલી શામળાજી પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ભિલોડા તાલુકાના કુશ્કી ગામના દંપતીના બાઈકને ધૂળેટીના પર્વમાં અકસ્માત નડતા અને દંપતી નંદવાતા સમગ્ર પંથકમાં શોકાગ્નિ ફેલાઈ હતી. કુશ્કી ગામના નટુભાઈ દુધાભાઇ સોલંકી તેમની પત્ની નિપુર્ણાબેન ઉર્ફે નીરુબેન સાથે બાઈક તેમના મિત્રના જેમના પ્રસંગમાં હાજરી બાઈક પાછળ બેઠેલા નિપૂર્ણાબેન ઉર્ફે નીરુબેનના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

27 Sep 2020, 3:41 AM (GMT)

COVID-19 Global Stats

33,169,393 Total Cases
1,000,175 Death Cases
24,504,233 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code