શામળાજી@દારૂ: 15 લાખનો વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું

અટલ સમાચાર,શામળાજી લોકસભાની ચૂંટણીઓને અનુલક્ષીને અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પર સઘન પોલીસ ચેકીંગ હાથ ધરાયુ હતુ. જેમાં બુટલેગરોને ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં કોઇ મોટી સફળતા મળી નહોતી. જોકે હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા બુટલેગરો રાબેતા મુજબ સક્રિય બની વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નો હાથધર્યા છે. શામળાજી પોલીસે આરટીઓ ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરાતા વિદેશી
 
શામળાજી@દારૂ: 15 લાખનો વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું

અટલ સમાચાર,શામળાજી

લોકસભાની ચૂંટણીઓને અનુલક્ષીને અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પર સઘન પોલીસ ચેકીંગ હાથ ધરાયુ હતુ. જેમાં બુટલેગરોને ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં કોઇ મોટી સફળતા મળી નહોતી. જોકે હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા બુટલેગરો રાબેતા મુજબ સક્રિય બની વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નો હાથધર્યા છે. શામળાજી પોલીસે આરટીઓ ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરાતા વિદેશી દારૂ ઝડપવામાં સફળતા મળી હતી.

શામળાજી પોલીસ ચેકપોસ્ટ પાસે નાકાબંધીમાં હતી. આ દરમ્યાન વેણપુર ગામ નજીક વિદેશી દારૂ ભરેલી ટ્રક-કન્ટેનર ચાલકે પોલીસને જોઇ રોડ નજીક મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસને શંકા જતા ટ્રકની તલાસી લેતા તેમાંથી ૧૫.૬૬ લાખનો વિદેશી દારૂ મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મહત્વનું છે કે, લોકસભા ચુંટણીને લઇ ચેકપોસ્ટો પર પોલીસ ટીમો ઘ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયુ હતુ. જોકે, હવે લોકસભા ચુંટણી પુરી થતા બુટલેગરો ફરી ગુજરાતમાં દારૂ ઘુસાડવા મહેનત કરી રહયા છે. શુક્રવારે શામળાજી પોલીસે વેણપુર ગામ નજીક અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર વાહનોનું સઘન ચેકીંગ કરતી હતી. આ દરમ્યાન પોલીસને જોઇ એક શખ્સ ટ્રક-કન્ટેનર (ગાડી.નં.HR 55 S 3154) મુકી ફરાર થઇ ગયો હતો. પોલીસે તેમાં તપાસ કરતા થર્મોકોલના બોક્સમાં સંતાડેલો વિદેશી દારૂની પેટી-૪૩૫ બોટલ નંગ-૫૫૨૦ કિં.રૂ.૧૫૬૬૦૦૦- નો જથ્થો જપ્ત કરી ટ્રક-કન્ટેનરની કિં.રૂ.૧૦૦૦૦૦૦- મળી કુલ રૂ.૨૫૬૬૦૦૦- નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક-કન્ટેનર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.