શામળાજી પોલીસે 37.93 લાખનો વિદેશી દારૂ પકડયો : મહેસાણા અને વડોદરા મોકલવાનો હતો દારૂ

અટલ સમાચાર,શામળાજી અરવલ્લી જીલ્લાની શામળાજી નજીક આવેલી રતનપુર ચેકપોસ્ટ બુટલેગરોમાં વિદેશી દારૂ ઘુસાડવાનું મુખ્ય મથકમાં માનવામાં આવે છે તેથી શામળાજી પોલીસ સ્ટેશન પી.એસ.આઈ એમ.પી.ચૌહાણ અને તેમની ટીમે સોમવારે ચેકપોસ્ટ નજીકના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથધરી ત્રણ ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડતા વિદેશી દારૂ ક્યાં રાખવો તેની મૂંઝવણમાં મુકાવું પડ્યું હતું. અણસોલ ગામની સીમમાંથી વડોદરાના
 
શામળાજી પોલીસે 37.93 લાખનો વિદેશી દારૂ પકડયો : મહેસાણા અને વડોદરા મોકલવાનો હતો દારૂ

અટલ સમાચાર,શામળાજી

અરવલ્લી જીલ્લાની શામળાજી નજીક આવેલી રતનપુર ચેકપોસ્ટ બુટલેગરોમાં વિદેશી દારૂ ઘુસાડવાનું મુખ્ય મથકમાં માનવામાં આવે છે તેથી શામળાજી પોલીસ સ્ટેશન પી.એસ.આઈ એમ.પી.ચૌહાણ અને તેમની ટીમે સોમવારે ચેકપોસ્ટ નજીકના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથધરી ત્રણ ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડતા વિદેશી દારૂ ક્યાં રાખવો તેની મૂંઝવણમાં મુકાવું પડ્યું હતું.

અણસોલ ગામની સીમમાંથી વડોદરાના કપુરાઈ રોડ પર રહેતા વિકાસ નામના બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ બુટલેગર પાસે પહોંચે તે પહેલા શામળાજી પોલીસે કેમિકલ બેરલ અને પ્લાસ્ટિક બેગની આડમાં ટ્રક કન્ટેનર (ગાડી.નં-HR 63 A 3900 ) માં ગુપ્ત ખાનામાં છુપાવેલ વિદેશી દારૂની ૧૫૩ પેટી બોટલ નંગ-૧૮૩૬ કીં.રૂ.૭૮૮૪૦૦ તથા ટ્રકની કિં.રૂ.૧૦૦૦૦૦૦, મોબાઈલ-૧ મળી કુલ રૂ.૧૭૮૯૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી મુકેશ ગટુ ઉર્ફે ગણેશ મીણા (રહે,ઉદેપુર) ની ધરપકડ કરી પોલીસ નાકાબંધી જોઈ નાસી છૂટનાર વિષ્ણુ ઉર્ફે મનોજ રામકુમાર( રહે,કામોદ,હરિયાણા) અને બરોડાના વિકાસ નામના બુટલેગરને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.

વેણપુર ગામની સીમમાંથી ટ્રક (ગાડી.નં.RJ 14 G 5402 ) માં જુવાર ભરેલ કંતાન કોથળાની આડમાં સંતાડેલ વિદેશી દારૂ પેટી-૨૬૪ બોટલ નંગ-૩૧૬૮ કિં.રૂ. ૯૫૦૪૦૦ સાથે રાધેશ્યામ લક્ષમણ નાથજી યોગી (રહે,દાંતડા,રાજસ્થાન) ને ઝડપી પાડી ટ્રકની કિં.રૂ. ૧૦૦૦૦૦/- તથા મોબાઈલ કિં.રૂ.૨૦૦૦ મળી કુલ રૂ.૧૯૫૨૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર મોંગીલાલ ભંવરલાલ જાટ (ચૌધરી) રહે,દાંતડા,રાજસ્થાન ને ઝડપી પાડવા કાર્યવાહી હાથધરી હતી

તો બીજી તરફ મહેસાણાના દિગ્વિજય ઉર્ફે ડિગો ઉર્ફે વિજય નામના બુટલેગરે પણ દારૂ મંગાવ્યો હોઇ શામળાજી પોલીસે અણસોલ ગામ નજીક રાજસ્થાન બાજુથી આવતા ટ્રક-ટ્રેલર (ગાડી.નં-PB 04 K 9262 ) ની અંદર ડી.ઓ.સી પશુઆહારની પાછળ સંતાડેલ વિદેશી દારૂ પેટી-૪૭૩ બોટલ નંગ-૧૬૨૨૪ કિં.રૂ.૨૦૫૪૪૦૦નો વિદેશી દારૂ જપ્ત કરી ગુલશન કુમાર કરતાર સીંગ સીરકીબન( રાજપૂત), અવતારસિંગ દિલીપસિંગ સીરકીબીન, રવિન્દર કુમાર કિશનલાલ જાટ (ત્રણે,રહે હરિયાણા) ની ધરપકડ કરી વિદેશી દારૂ ભરી આપનાર રમેશ ઉર્ફે લાડી (રહે,પંજાબ) સ્વીફ્ટ કાર માં પ્રદીપ શર્મા (બિકાનેર) અને અન્ય એક શખ્શ પાયલોટિંગ કરનાર શખ્સો ટ્રક-ટ્રેલર કિં.રૂ.૧૦,૦૦,૦૦૦ તથા મોબાઈલ નંગ-૨ કિં.રૂ ૪૦૦૦ કુલ.રૂ.૩૦૫૮૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ૪ આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.