લોકસભા ચૂંટણી પહેલા NCPમાં જોડાયા શંકરસિંહ વાઘેલા: રાજકીય સોદાબાજી

અટલ સમાચાર,ગાંધીનગર લોકસભાની ચૂંટણીની પુર્વ તૈયારીને લઇ ગુજરાતનુ રાજકારણ અત્યારથી જ ગરમાયુ છે. રાજયની 26 લોકસભા બેઠક અંકે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ તડામાર તૈયારી કરી રહી છે. આ સાથે શરદ પવારની NCP પણ રાજયમાં કેટલીક બેઠકો ઉપર દાવેદારો ઉતારવાની તૈયારીમાં છે. આ તમામ ગતિવધિ વચ્ચે જાણે કોઇ પાર્ટી શોધતા હોય તેમ કોંગ્રેસના પુર્વ નેતા
 
લોકસભા ચૂંટણી પહેલા NCPમાં જોડાયા શંકરસિંહ વાઘેલા: રાજકીય સોદાબાજી

અટલ સમાચાર,ગાંધીનગર

લોકસભાની ચૂંટણીની પુર્વ તૈયારીને લઇ ગુજરાતનુ રાજકારણ અત્યારથી જ ગરમાયુ છે. રાજયની 26 લોકસભા બેઠક અંકે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ તડામાર તૈયારી કરી રહી છે. આ સાથે શરદ પવારની NCP પણ રાજયમાં કેટલીક બેઠકો ઉપર દાવેદારો ઉતારવાની તૈયારીમાં છે. આ તમામ ગતિવધિ વચ્ચે જાણે કોઇ પાર્ટી શોધતા હોય તેમ કોંગ્રેસના પુર્વ નેતા શંકરસિંહ વાઘેલા NCPમાં વિધિવત જોડાઇ ગયા છે. જેથી ફરી એકવાર પાટલી બદલી રાજકીય સોદાબાજી કરી હોવાનું સામે આવ્યુ છે.

29 જાન્યુઆરીએ જેની આશંકા સેવાઇ રહી હતી તે વાત સાચી ઠરી છે. અમદાવાદમાં એનસીપીના મહાસંમેલનમાં રાજયના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ હાજરી આપી વિધિવત પાર્ટીનો ખેસ પહેરી લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી શરદ પવાર અને શંકરસિંહ વાઘેલા વચ્ચે લોકસભા ચૂંટણીને લઇ ચાલતી ચર્ચાએ નવો વળાંક લીધો છે. શંકરસિંહ વાઘેલાએ ગુજરાતની ગત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. આ ઉપરાંત તેમના પુત્ર મહેન્દ્રસિંહે પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

શંકરસિંહ વાઘેલાની રાજકીય સફર જોતા તેઓ ર વખત પોતાની પાર્ટી બનાવી ચુકયા છે જયારે ત્રણ વખત અલગ-અલગ પાર્ટીમાં જોડાઇ પાટલી બદલી ચુકયા છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર રાજકીય દાવપેચમાં વિવિધ અપેક્ષાઓ વચ્ચે શંકરસિંહ NCPમાં જોડાઇ જતા રાજકીય આલમમાં તરેહ-તરેહની ચર્ચાએ જોર પકડયુ છે.