આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, શંખેશ્વર

એન.એમ.શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, શંખેશ્વરની કન્ઝયુમર્સ ક્લબ અને એન.એસ.એસના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ગ્રાહકદિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ.રાજેશ ત્રિવેદીએ ગ્રાહક જાગૃતિ અને સુરક્ષા સંદર્ભે માલસામાન અને સેવાઓની ખરીદી વખતે રાખવાની કાળજી અને તેમના અધિકારો અંગે પ્રારંભિક ઉદંબોધન કર્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ અને કોલેજના સંચાલક નવીનભાઈ ભોજકે જુદાજુદા ક્ષેત્રોના ગ્રાહકોએ રાખવાની કાળજી, ભેળસેળથી બચવાના ઉપાયો અને ગ્રાહક અધિકારો અંગે મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અતિથિ ગોવિંદભાઈ કે. મકવાણાએ ગ્રાહકોના અધિકારો, કાનુની રક્ષણ, ગ્રાહક જાગૃક્તા અને ગ્રાહક સુરક્ષા ધારા વિશે વિસ્તૃત વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થી ખરીદી વખતે ગ્રાહકે રાખવાની કાળજી અને તેના અધિકારો અંગે તેમજ વાલ્મિકી અજીતે ગ્રાહક અધિકારો, સાવચેતીઓ અને જાગૃતિ અંગે તેમજ વિવિધ માકૉઓની સમજ અને ભેળસેળથી બચવાના ઉપાયો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે એન.એસ.એસ. કેર્ડિનેટર હિતેશદાન ગઢવી તથા ડૉ. રાજેશ રબારી ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિષયના અધ્યાપક અને કન્ઝયુમર્સ ક્લબના કન્વીનર ડૉ. મુકેશપુરી સ્વામીએ કર્યું હતું. જ્યારે આભારવિધિ પ્રા. ધવલકુમાર જાષીએ કરા હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code