શંખેશ્વર: ધનરાજ ગેટ પાસે નવિન શૌચાલય બનાવવાની શ્રધ્ધાળુઓની માંગ

અટલ સમાચાર,શંખેશ્વર પાટણ જીલ્લાના જૈનતીર્થ શંખેશ્વર ખાતે વર્ષે-દહાડે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. તો બીજી તરફ શંખેશ્વરના ધનરાજ ગેટ પાસે જાહેર શૌચાલય લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વારંવાર રજુઆતો કરવા છતા પણ તંત્ર ઘ્વારા કોઇ પગલા લેવાતા નથી. દરરોજના હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવાથી આ શૌચાલયની મુતરડીને નવિન બનાવવા અથવા તો બીજી કોઇ
 
શંખેશ્વર: ધનરાજ ગેટ પાસે નવિન શૌચાલય બનાવવાની શ્રધ્ધાળુઓની માંગ

અટલ સમાચાર,શંખેશ્વર

પાટણ જીલ્લાના જૈનતીર્થ શંખેશ્વર ખાતે વર્ષે-દહાડે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. તો બીજી તરફ શંખેશ્વરના ધનરાજ ગેટ પાસે જાહેર શૌચાલય લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વારંવાર રજુઆતો કરવા છતા પણ તંત્ર ઘ્વારા કોઇ પગલા લેવાતા નથી. દરરોજના હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવાથી આ શૌચાલયની મુતરડીને નવિન બનાવવા અથવા તો બીજી કોઇ જગ્યાએ ખસેડવા માટે માંગ ઉઠી રહી છે.

મહત્વનું છે કે, શંખેશ્વર યાત્રાધામમાં જૈન શ્રધ્ધાળુ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. તો શંખેશ્વરના ધનરાજ નગરના ગેટ પાસે આવેલ મુતરડી બિસ્માર હાલતમાં હોવાથી શ્રધ્ધાળુ અને જાહેર જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. શંખેશ્વરના યાત્રાળુઓમાં માંગ ઉઠી રહી છે કે, આ મુતરડીને નવિન બનાવવામાં આવે કે પછી કોઇ બીજી જગ્યાએ ખસેડવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ બાબતે કયારે પગલે લેશે ?