શંખેશ્વર તાલુકા કોંગ્રેસે ખેડૂતો અને માલધારીઓના પડતર પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપ્યું
અટલ સમાચાર,પાટણ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં ખેડૂતોના દેવામાફી થતા ખેડૂતોને ટાઈમે પાક વીમો મળે અને માલધારીઓને ઘાસ મળે સાથે મુંગા પશુઓને પાણીની વ્યવસ્થા થાય એ હેતુથી શંખેશ્વર તાલુકાના કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ઘ્વારા શંખેશ્વર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આવેદનપત્ર આપતી વખતે પાટણ જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ, વિનોદ ઠાકોર,તાલુકાના પ્રમુખ પ્રહલાદ ઠાકોર,યુથ પ્રમુખ ધીરાજી ઠાકોર,
Feb 11, 2019, 14:04 IST

અટલ સમાચાર,પાટણ
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં ખેડૂતોના દેવામાફી થતા ખેડૂતોને ટાઈમે પાક વીમો મળે અને માલધારીઓને ઘાસ મળે સાથે મુંગા પશુઓને પાણીની વ્યવસ્થા થાય એ હેતુથી શંખેશ્વર તાલુકાના કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ઘ્વારા શંખેશ્વર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
આવેદનપત્ર આપતી વખતે પાટણ જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ, વિનોદ ઠાકોર,તાલુકાના પ્રમુખ પ્રહલાદ ઠાકોર,યુથ પ્રમુખ ધીરાજી ઠાકોર, જીવાભાઈ ખેર, હીરાભાઈ ચાવડા,મહિલા મહામંત્રી કૈલાશબેન બારોટ,શામભાઈ દેસાઈ વગેરે કાર્યકરો ખેડૂતો અને માલધારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મામલતદારને રજુઆત કરી હતી કે અમારી માંગણીઓ નહી સંતોષાઈ તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે જ્વલંત આંદોલન કરાશે.