યાત્રાધામ તરીકે જાણીતુ શંખેશ્વર બસસ્ટેન્ડથી વંચિતઃ તંત્ર ઉદાસીન

અટલ સમાચાર, શંખેશ્વર પાટણનું યાત્રાધામ શંખેશ્વર સુવિધાઓની રાહ જોઈ રહ્યું છે. વિસ્તારની પ્રજાને લાગે છે કે, કહેવા પુરતું યાત્રાધામ છે. બાકી અહીં સામાન્ય મુસાફરી જેવી એસ.ટી. બસસ્ટેન્ડની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્થાનિક નેતાઓ આ બાબતે ઉદાસીન રહેતા હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. પાટણ જિલ્લાના પવિત્ર યાત્રાધામ શંખેશ્વર તાલુકામાં હાલમાં બસસ્ટેન્ડનો અભાવ
 
યાત્રાધામ તરીકે જાણીતુ શંખેશ્વર બસસ્ટેન્ડથી વંચિતઃ તંત્ર ઉદાસીન

અટલ સમાચાર, શંખેશ્વર

પાટણનું યાત્રાધામ શંખેશ્વર સુવિધાઓની રાહ જોઈ રહ્યું છે. વિસ્તારની પ્રજાને લાગે છે કે, કહેવા પુરતું યાત્રાધામ છે. બાકી અહીં સામાન્ય મુસાફરી જેવી એસ.ટી. બસસ્ટેન્ડની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્થાનિક નેતાઓ આ બાબતે ઉદાસીન રહેતા હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે.

પાટણ જિલ્લાના પવિત્ર યાત્રાધામ શંખેશ્વર તાલુકામાં હાલમાં બસસ્ટેન્ડનો અભાવ જોવા મળી રહ્યો છે. જેથી વિસ્તારની સ્થાનિક પ્રજામાં નારાજગીના સૂર સ્થાનિક તંત્ર અને રાજકીય નેતાઓ પ્રત્યે ચાલી રહ્યા છે. બે હાથ જોડી વોટ માંગવા આવતા નેતાઓ માટે યાત્રાધામની સુવિધા કરવા બે હાથ જોડી ગ્રાન્ટ મેળવી શકતા નથી.

શંખેશ્વર મંદિરને કરોડોની આવક થઈ રહી છે છતાં ટ્રસ્ટીઓ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે. શ્રધ્ધાળુઓ અને પ્રજાને પડતી મુશ્કેલીને જોવા વાળુ કોઈ નથી તેવી ચર્ચાઓ ચાલી રહી છે.