અટલ સમાચાર, ભગવાન રાયગોર
એન.એમ. શાહ આર્ટસ & કોમર્સ કોલેજ શંખેશ્વરમાં 70માં ગણતંત્ર દિન નિમિત્તે આચાર્ય ડૉ. રાજેશ ત્રિવેદીના હસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજનો ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આચાર્ય ડૉ. રાજેશ ત્રિવેદીએ ભારતના બંધારણની પ્રક્રિયા અને વિશિષ્ટ મુદ્દાઓ પર વાત કરી ભારતીય નાગરીક તરીકેની મૂળભૂત ફરજોને નિભાવવા પર ભાર મૂક્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના શિક્ષકો અને અધ્યાપકોએ કર્યું હતું.