આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, શંખેશ્વર

શંખેશ્વર તાલુકાના મુજપુર ખાતે ક્ષત્રિય દરબાર રાજપૂત સમાજ ટ્રસ્ટ વઢિયાર પ્રાંત આયોજિત સમૂહલગ્ન યોજાયા હતો. જેમાં ઓગણીસ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયા હતા. પધારેલ સંતો, મહેમાનો અને દાતાઓનું સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજપૂત સમાજના શિરમોર અનિરુદ્ધસિંહજી જાડેજા રિબડા, અજયસિંહ જાડેજા, અશોકસિંહ ઝાલા, સંતો-મહંતો, દાતાઓ, સમાજના અગ્રણીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસંગ માણ્યો હતો. સમુહલગ્નને સફળ બનાવવા સમૂહલગ્ન સમિતિની યુવા ટીમે ખૂબ જહેમત ઉઠાવી હતી. સન્માન સમારંભનું સમગ્ર સંચાલન સાહિત્યકાર ભગવતદાન ગઢવીએ કર્યું હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code