શંખેશ્વરના એન.એમ.શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિવિધ ડે ની ઉજવણી
અટલ સમાચાર, પાટણ એન.એમ.શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શંખેશ્વરમાં વિવિધ ડે ની ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે ટ્રેડિશનલ અને ગરબા ડે ની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય ડૉ. રાજેશ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વઢિયાર પંથકના જુદાજુદા પહેરવેશ સાથે ગરબા ડે ની ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા. કોલેજના સંચાલક અને શિક્ષણવિદ નવીનભાઈ
Jan 24, 2019, 12:19 IST

અટલ સમાચાર, પાટણ
એન.એમ.શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શંખેશ્વરમાં વિવિધ ડે ની ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે ટ્રેડિશનલ અને ગરબા ડે ની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય ડૉ. રાજેશ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વઢિયાર પંથકના જુદાજુદા પહેરવેશ સાથે ગરબા ડે ની ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા. કોલેજના સંચાલક અને શિક્ષણવિદ નવીનભાઈ ભોજક હાજર રહી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમનું સંચાલન ડૉ. કુંજલ ત્રિવેદી તેમજ ડૉ. મુળજીભાઈ પટેલ દ્વારા કરાયું હતું.