શંખેશ્વર: કોલેજ-હાઇસ્કુલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં વિધાર્થીઓ ઉમટયા

અટલ સમાચાર, શંખેશ્વર વિશ્વ યોગ દિવસને લઇ શંખેશ્વર ખાતે તપાગચ્છાધિપતિ આચાર્ય વિજય પ્રેમ સુરિશ્વર મહારાજાના જન્મશતાબ્દિ વર્ષ નિમિત્તે આચાર્ય વિજ્ય કે.સી.મહારાજ તથા મુનિ કુલદર્શનની પ્રેરણાથી ગુરુ પ્રેમ મિશન અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજ, પી.સી.પ્રજાપતિ હાઇસ્કુલ તથા ઉ.બુનિયાદી હાઇસ્કુલના બે હજાર જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ ર૦ યોગાસનો અને પ પ્રણાયમ તથા યોગપ્રાર્થના અને યોગ શપથ
 
શંખેશ્વર: કોલેજ-હાઇસ્કુલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં વિધાર્થીઓ ઉમટયા

અટલ સમાચાર, શંખેશ્વર

વિશ્વ યોગ દિવસને લઇ શંખેશ્વર ખાતે તપાગચ્છાધિપતિ આચાર્ય વિજય પ્રેમ સુરિશ્વર મહારાજાના જન્મશતાબ્દિ વર્ષ નિમિત્તે આચાર્ય વિજ્ય કે.સી.મહારાજ તથા મુનિ કુલદર્શનની પ્રેરણાથી ગુરુ પ્રેમ મિશન અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજ, પી.સી.પ્રજાપતિ હાઇસ્કુલ તથા ઉ.બુનિયાદી હાઇસ્કુલના બે હજાર જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ ર૦ યોગાસનો અને પ પ્રણાયમ તથા યોગપ્રાર્થના અને યોગ શપથ લઇ કાર્યક્રમને દિપાવ્યો હતો.

શંખેશ્વર: કોલેજ-હાઇસ્કુલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં વિધાર્થીઓ ઉમટયા

આ કાર્યક્રમમાં કોલેજના સંચાલક અશ્વિનભાઇ રાવલ, આચાર્ય રાજેશભાઇ ત્રિવેદી, તાલુકા વિકાસ અધિકારી ડો.કલ્પનાબેન, મામલતદાર, કિશોરદાન ગઢવી, ટી.પી.ઓ., જયરામભાઇ તથા પોલીસ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જીવાભાઇ કટારીયા, વિનોદભાઇ પટેલ અને રાજુભાઇ ભરવાડે ટ્રેનર તરીકે હાજર સેવા બજાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ.વિભાગ અને રમતગમત વિભાગના ડો..રાજેશ રબારી દ્રારા કરવામાં આવ્યું હતું.