આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,શંખેશ્વર

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં કરોડોના ખર્ચે બનાવેલ તાલુકા સેવા સદન કચેરીની લિફ્ટ શોભાના ગાંઠિયા સમાન હોવાનું સામે આવ્યુ છે. તાલુકા સેવા સદન કચેરીની લિફ્ટ છેલ્લા કેટલાય સમયથી બંધ હોવાના કારણે દિવ્યાંગ અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. લિફ્ટનો મેન્ટેનન્સ ખર્ચ મોંઘો પડતા બંધ કરી હોવાનું કર્મચારીઓમાં ચર્ચાઇ રહયુ છે.

શંખેશ્વરમાં તાલુકા સેવા સદનની ત્રણ માળની નવીન કચેરી કરોડોના ખર્ચે બનાવવામાં આવી છે. જેમાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને આરોગ્ય કચેરી આવેલી છે. જોકે, ત્રણ માળની બિલ્ડીંગમાં દિવ્યાંગ સહિતના કર્મચારી અને અરજદારો માટે મુકાવેલી લિફ્ટ છેલ્લા કેટલાય સમયથી બંધ પડી છે. આથી લિફ્ટની સુવિધા ઉપયોગમાં આવવાને બદલે માત્ર જોવા પુરતી મર્યાદિત રહી છે. સમગ્ર મામલે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘ્વારા તેનો મેન્ટેનન્સ ખર્ચ મોંઘો પડતો હોવાનો ઉડાઉ જવાબ આપી હાથ અધ્ધર કર્યા છે.

આ બાબતે મામલતદારે જણાવ્યું હતું કે, અગાઉ ઘણીવાર કલેકટર ઓફિસે રજૂઆત કરેલી છે. આમ છતાં આ વાતને કોઇ અધિકારી ધ્યાનમાં લેતા નથી. જોકે હાલતો આ દિવ્યાંગ કર્મચારી અને દિવ્યાંગ અરજદારોને તંત્રના પાપે હેરાન થવુ પડી રહયુ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code