આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,શંખેશ્વર

શંખેશ્વરના ઝાડીયાણા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં બાળકોમાં જીવદયા અને નૈતિક મૂલ્યોના ભાવ કેળવાયએ હેતુથી પ.પૂ.લલિતેશ વિજયજી મ.સા.ની પ્રેરણા અને પાવન નિશ્રામાં સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કૌશલભાઈ જોશીના હસ્તે ચબૂતરાનું ઉદ્દઘાટન કરાયુ હતુ. પૂ.મુનિરાજ લલિતેશ વિજયજી મ.સા. દ્વારા શાળાને ચબૂતરો અર્પણ કરાયો હતો. આ પ્રસંગે આશીર્વચન પાઠવતા પૂ. મુનિરાજ લલિતેશ વિજયજી મ.સા.એ જણાવ્યું હતું કે આપણા દેશની સંસ્કૃતિમા તમામ જીવોની ચિંતા થઈ છે. પશુ પક્ષીઓ અને તમામ જીવો ધરતીનો શણગાર છે. તેમની ચિંતા કરવી એ પ્રભુ કાર્ય છે. આવી પ્રવૃત્તિઓથી બાળકોમાં જીવદયા અને કરુણાના ભાવ વિકસે છે. આ પ્રસંગે સરપંચ, આચાર્ય તથા શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય ડોડિયાએ કર્યું જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન શાળાના શિક્ષક અને જાણીતા સાહિત્યકાર ભગવતદાન ગઢવીએ કર્યું હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code