શંખેશ્ર્વર તાલુકાના રણોદ ગામ આરોગ્ય તપાસનો કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર,પાટણ ગત તા.૭ જાન્યુઆરીના રોજ રણોદ ગામે પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બાળ સ્વચ્છ કાર્યક્રમ અંતર્ગત બાળકોને અને શિક્ષકોને કાર્યક્રમ વિશે જરૂરી માહીતી આપવામાં આવી હતી. આ સાથે મ.પ.હે.વ. ચાવડા દિનેશભાઈ અને ફિ.હે.વ.પટેલ સુમિતાબેન દ્વારા બધા જ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી તથા જરૂરિયાતવાળા બાળકોને પ્રાથમિક સારવાર પુરી પાડવામાં આવી હતી. આ સાથે વિદ્યાર્થી તથા
 
શંખેશ્ર્વર તાલુકાના રણોદ ગામ આરોગ્ય તપાસનો કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર,પાટણ

ગત તા.૭ જાન્યુઆરીના રોજ રણોદ ગામે પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બાળ સ્વચ્છ કાર્યક્રમ અંતર્ગત બાળકોને અને શિક્ષકોને કાર્યક્રમ વિશે જરૂરી માહીતી આપવામાં આવી હતી. આ સાથે મ.પ.હે.વ. ચાવડા દિનેશભાઈ અને ફિ.હે.વ.પટેલ સુમિતાબેન દ્વારા બધા જ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી તથા જરૂરિયાતવાળા બાળકોને પ્રાથમિક સારવાર પુરી પાડવામાં આવી હતી. આ સાથે વિદ્યાર્થી તથા શિક્ષકોને મેલેરીયા,ટી.બી.,સીઝનલ ફબુ જેવા ચેપી રોગો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક શાળાનો શિક્ષકોના સાથ સહકારથી આ રાષ્ટ્રીય બાળ સ્વચ્છ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.