શંખેશ્વરના પંચાસર ગામે મહિલાઓ ખુલ્લામાં સ્નાન કરવા મજબૂર, તંત્ર બેધ્યાન

અટલ સમાચાર, શંખેશ્વર શંખેશ્વર તાલુકાના પંચાસર ગામે તળાવના કાંઠે ગામની મહિલાઓ ખુલ્લામાં સ્નાન કરવા મજબૂર હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાકસમયથી કૂવા નજીક આડી દિવાલ બાંધવાની માંગણી વર્ષોથી અધ્ધરતાલ રહેતા ગ્રામજનોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનીક સૂત્રોએ જણાવ્યું હતું કે, તાલુકા અને ગ્રામ પંચાયતે કૂવા નજીક દિવાલ બનાવવાને બદલે થોડે દૂર સ્નાનઘર બનાવ્યું
 
શંખેશ્વરના પંચાસર ગામે મહિલાઓ ખુલ્લામાં સ્નાન કરવા મજબૂર, તંત્ર બેધ્યાન

અટલ સમાચાર, શંખેશ્વર

શંખેશ્વર તાલુકાના પંચાસર ગામે તળાવના કાંઠે ગામની મહિલાઓ ખુલ્લામાં સ્નાન કરવા મજબૂર હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાકસમયથી કૂવા નજીક આડી દિવાલ બાંધવાની માંગણી વર્ષોથી અધ્ધરતાલ રહેતા ગ્રામજનોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.

શંખેશ્વરના પંચાસર ગામે મહિલાઓ ખુલ્લામાં સ્નાન કરવા મજબૂર, તંત્ર બેધ્યાનસ્થાનીક સૂત્રોએ જણાવ્યું હતું કે, તાલુકા અને ગ્રામ પંચાયતે કૂવા નજીક દિવાલ બનાવવાને બદલે થોડે દૂર સ્નાનઘર બનાવ્યું છે, પરંતુ તેમાં હજુ પાણીના નળ કનેક્શન જ જોડવામાં આવ્યા નથી. જેને કારણે સ્નાનઘર પણ પડતર પડ્યું છે.

સરપંચ નારણભાઈને ગામની મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, છતાં દિવાલ બનાવવાની જગ્યાએ બાજુમાં અઢી લાખની ગ્રાન્ટથી સ્નાનઘર બનાવી દીધું છે. જેમાં પાણીની કોઈ સગવડ ન હોવાથી ઉપયોગમાં લઈ શકાતું નથી. પંચાસર ગામ નો આ પ્રશ્ન તાલુકા વિકાસ અધિકારીને ધ્યાનમાં લાવવામાં આવ્યો છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે.

ગામ માટે મહિલા ખુલ્લામાં સ્નાન કરે તે શરમજનક વાત કહેવાય. ગામમાં ગટરની વ્યવસ્થા પણ નથી. સાૈથી મહત્વની વાત એ છે કે, ગટરની ગ્રાન્ટ આવેલી છે તેમછતાં ઉપયોગ ક્યાં થયો તેની માહિતી ગામના લોકોને સરપંચ આપે તેવી પ્રબળ માંગ ગ્રામજનોમાં ઉઠવા પામી છે.