આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં મહાવીર સોસાયટી ખાતે આવેલ શ્રી 1008 ઋષભદેવ ભગવાન મંદિરના સાનિધ્યમાં શ્રી 1008 સિદ્વચક્ર મહામંડળ વિધાન, વિશ્વશાંતિ મહાયજ્ઞ તા.14 એપ્રિલથી 23 એપ્રિલ સુધી આ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં 17 એપ્રિલના રોજ મહાવીર જ્યંતિ નિમિત્તે મહેસાણા શહેરમાં આવેલ 21 આંગણવાડીના 600 બાળકોને વોટરબેગ વિતરણ કરાશે. 21 એપ્રિલ રવિવારે સોનાથી બનાવેલ સિહાસન ઉપર શ્રીજીની સ્થાપના કરાવામાં આવશે.

આ કાર્યક્રમમાં બહારના રાજ્યોના આવનાર મહાનુભવો તેમજ શ્રધ્ધાળુઓ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા,પંજાબ, છત્તિસગઢ જેવા 17 રાજ્યોથી ભક્તો પધારશે. તેજ દિવસે સમાધી સ્થળ આચાર્ય પં.પૂ.108 મહાવીર કીર્તીજી મહારાજની મૂર્તિ વિરાજમાન કરાશે. વધુમાં 17 એપ્રિલ બુધવારે સવારે મહેસાણાનગરમાં બાઈક રેલી નીકળશે જેમાં 108 જેટલા બાઈક સાથે નિકળશે 23 એપ્રિલ મંગળવારે વિધાન પૂજાની પૂર્ણાહૂતિ આખા વિશ્વની શાંતિ માટે મહાયજ્ઞનું આયોજન કરેલ છે. જે માહિતી સમાજના પ્રમુખ દિલીપભાઈ જૈન, સૌધર્મ ઈન્દ્વ સજીવભાઈ જૈન, પવનભાઈ જૈન, રમેશભાઈ જૈન, સંદિપભાઈ જૈન, બિપીનભાઈ આ પત્રકાર પરિષદમાં ઉપસ્તિથ રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમની પ્રેણા અને રજૂઆત કરનાર બાલહ્મચારી રાજેશજી ચૈતન્ય દ્વારા કરાવામાં આવશે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code