સાઠમારી@ચાણસ્મા: પંચાયત પ્રમુખ વિરૂદ્ધ ફરી અવિશ્વાસ, સત્તા-અહમનો ખેલ

અટલ સમાચાર, ચાણસ્મા ચાણસ્મા તાલુકાની બોડી સરેરાશ 3 વર્ષ અગાઉ ચુંટાયા બાદ સતત રાજકીય ઘર્ષણ સામે આવી રહ્યું છે. પ્રમુખ વિરૂદ્ધ ટૂંકાગાળામાં બીજીવાર અવિશ્વાસ દરખાસ્ત આવી છે. પારદર્શક વહીવટ આપવાની લડાઇને બદલે બે જૂથ વચ્ચે સત્તાની સાઠમારી થઈ રહી છે. આજે ભાજપ અને કોંગ્રેસના 10 સભ્યોએ અવિશ્વાસ પ્રગટ કર્યો છે. પાટણ જિલ્લાની ચાણસ્મા તાલુકામાં કોંગ્રેસની
 
સાઠમારી@ચાણસ્મા: પંચાયત પ્રમુખ વિરૂદ્ધ ફરી અવિશ્વાસ, સત્તા-અહમનો ખેલ

અટલ સમાચાર, ચાણસ્મા

ચાણસ્મા તાલુકાની બોડી સરેરાશ 3 વર્ષ અગાઉ ચુંટાયા બાદ સતત રાજકીય ઘર્ષણ સામે આવી રહ્યું છે. પ્રમુખ વિરૂદ્ધ ટૂંકાગાળામાં બીજીવાર અવિશ્વાસ દરખાસ્ત આવી છે. પારદર્શક વહીવટ આપવાની લડાઇને બદલે બે જૂથ વચ્ચે સત્તાની સાઠમારી થઈ રહી છે. આજે ભાજપ અને કોંગ્રેસના 10 સભ્યોએ અવિશ્વાસ પ્રગટ કર્યો છે.

સાઠમારી@ચાણસ્મા: પંચાયત પ્રમુખ વિરૂદ્ધ ફરી અવિશ્વાસ, સત્તા-અહમનો ખેલ

પાટણ જિલ્લાની ચાણસ્મા તાલુકામાં કોંગ્રેસની સત્તા બાદ આંતરિક ખેંચતાણ વધતી જતી જાય છે. પ્રમુખ ઘેમર દેસાઇ વિરુદ્ધ કુલ 10 સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત આપી હોદ્દા પરથી દૂર કરવા મથામણ આદરી છે. અગાઉ મહિલા પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્તથી કોંગ્રેસમાં અંદરોઅંદર ટકરાવની શરૂઆત થઇ હતી. આ પછી ટર્મ બદલાતાં પ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસના સભ્યોએ બગાવત કરી હતી. જેના વિરોધમાં રજૂઆત કરતાં કોંગી બળવાખોરો સભ્ય પદેથી સસ્પેન્ડ થયા હતા. જોકે હાઇકોર્ટે મનાઈ હુકમ કરતાં સત્તા જાળવલા બચાવ થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ તમામ ઘટનાક્રમથી તાલુકા પંચાયત પ્રમુખ ઘેમર દેસાઇ અને સામે કૈલેશ પટેલ અને કોકીલાબેન પટેલનું જૂથ ઉભું થયું છે. સત્તાની સાઠમારીને પગલે અગાઉ રદ્દ થયેલી દરખાસ્તને અંતે આજે ફરીથી કુલ 10 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો છે. આગામી 24 જાન્યુઆરીએ નાણાંકીય બાબતની મહત્વની બેઠક છે. આ તે પહેલાં સત્તાનો મોટો ખેલ શરૂ થતાં બંને ગૃપના નેતાઓ દ્વારા સભ્યો ખેંચવા કવાયત હાથ ધરવામાં આવી છે.