આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

બનાસકાંઠા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજીત રાજીયાણની સુચના મુજબ જિલ્લામાં બનતા મિલકત સબંધી ચોરીના બનાવો શોધવા તથા અટકાવવા માટે માર્ગદર્શન અને સુચનાઓ આપતાં તે સુચના મુજબ પી.એલ.વાઘેલા,I/C પોલીસ ઇન્સ.,એલ.સી.બી. તથા એ.એ.ચૌધરી પો.સ.ઇ. એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના એ.એસ.આઇ મોહનસિંહ, એ.એસ.આઇ પ્રવિણભાઇ, એ.એસ.આઇ દિલાવરસિંહ, અ.હેઙકોન્સ. નરેશભાઇ, અ.હેડ.કો. કુલદીપસિંહ અ.હેડ.કો.મીલનદાસ, પો.કોન્સ જયપાલસિંહની ટીમ પાલનપુર શહેર વિસ્તારમાં મીલ્કત લગત પેટ્રોલિંગમાં હતા.

આ દરમ્યાન એક એમ.સી.આર ઇસમ સિધ્ધરાજસિંહ ગાંડુભા વાઘેલા રહે.ખારીયા તા.કાંકરેજ હાલ રહે.ભડથ તા.ડીસાને ચેક કરતા તેના અપાચી મોટર સાયકલ ની ડેકીમાંથી રોકડ રકમ રૂ.1,00,000 મળી આવતાં તેની સધન પૂછપરછ કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, આજથી વીસેક દિવસ પહેલાં શિહોરી ખાતેથી એક કરીયાણાની દુકાનનો માલિક તેની દુકાન બંધ કરતો હતો તે દરમ્યાન તેને દુકાન આગળ પોતાના સાત લાખ ભરેલો થેલો મુકેલ તે થેલો તે તથા તેનો સાળો નિકુલસિંહ ખોડસિંહ ઝાલા રહે.ઝીંઝુવાડા વાળો બન્ને જણા પોતાના અપાચી મો.સા ઉપર આવી પૂર્વ રચેલ કાવતરા મુજબ પૈસાનો થેલો ચોરી કરી લઇ ભાગી ગયા હતા.

આરોપીઓએ તેમાંથી બે લાખ તેના બનેવી રાજુસિંહ ચેહરસિંહ રહે.અણખોલ તા.તલોદને આપેલ અને બાકીના પૈસા તેનો સાળો નિકુલસિંહ લઇ ગયેલનુ જણાવતો હોઈ સદરે પાસેથી મળી આવેલ રોકડ રૂ 1,00,000 તથા મોં.સા કિં.રૂ.1,00,000નું ગણી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી શીહોરી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં ૫૧/૧૯ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો વણ શોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનિય કામગીરી કરવામાં આવેલ છે.

30 Sep 2020, 6:00 AM (GMT)

COVID-19 Global Stats

33,844,343 Total Cases
1,012,665 Death Cases
25,148,403 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code