શિહોરી પોલીસે ચોરીના 9 બાઈકનો ભેદ ઉકેલ્યો

ભગવાન રાયગોર, કાંકરેજ બનાસકાંઠામાંથી દિન-પ્રતિદિન વધતી જઈ રહેલી વાહન ચોરીની ફરિયાદોને લઈ સ્થાનીક પોલીસ સજાગ બની ગઈ હતી. અને વાહનચોરીમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા ત્વરીત જ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુળની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક પી.એચ.ચાૈધરી તથા સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર વાય.એમ.મિશ્રા તેમજ તેમની ટીમ સઘન પેટ્રોલીંગમાં કરી રહી હતી. આ દરમિયાન ટીમને સચોટ બાતમી આધારે
 
શિહોરી પોલીસે ચોરીના 9 બાઈકનો ભેદ ઉકેલ્યો

ભગવાન રાયગોર, કાંકરેજ

શિહોરી પોલીસે ચોરીના 9 બાઈકનો ભેદ ઉકેલ્યોબનાસકાંઠામાંથી દિન-પ્રતિદિન વધતી જઈ રહેલી વાહન ચોરીની ફરિયાદોને લઈ સ્થાનીક પોલીસ સજાગ બની ગઈ હતી. અને વાહનચોરીમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા ત્વરીત જ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુળની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક પી.એચ.ચાૈધરી તથા સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર વાય.એમ.મિશ્રા તેમજ તેમની ટીમ સઘન પેટ્રોલીંગમાં કરી રહી હતી.

આ દરમિયાન ટીમને સચોટ બાતમી આધારે શિહોરી પોલીસ સ્ટાફ સચેત થઈ ગયો હતો. જેમાં પાદરી ગામે રહેતા દિનેશજી દાદુજી ઠાકોર તથા કાન્તી ઉર્ફે લાલા સનાજી ઠાકોર રહે.રાણકપુર, તા.કાંકરેજવાળા પાસેથી કુલ 9 નંબર વિનાના બાઈકો કબજે લીધા હતા. ઝડપાયેલ બન્ને આરોપીઓએ પાટણ જિલ્લામાંથી પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી મુજબ શિહોરી પોલીસે કામગીરી હાથ ધરેલ છે.