આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ

નાથપુરાના ભીખાજી સવાજી ઠાકોર બપોરના સમયે પોતાના ખેતરથી ઘર તરફ જતા હતા ત્યારે પથુજી વેલાજી ઠાકોરે તેમને ગાળો આપવા લાગેલ જેથી ભીખાજીએ ગાળો આપવાની ના પાડતા પથુજી ઉશ્કેરાઈ ગયા હતા. જેથી હાથમા રહેલ ધારીયું મારતા અંગૂઠો કપાઈ ગયો હતો. ઇજાગ્રસ્તને હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે તેમના પિતા ઠાકોર સવાજીએ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વીરૂધ્ધ ચાર્જશીટ કરી શિહોરી કોર્ટમાં મોકલી આપેલ. જે કેસ ચાલી જતા મંગળવારે શિહોરી કોર્ટના મેજીસ્ટ્રેટ ડી.જી.વાઘેલાએ ફરીયાદી તરફે સરકારી વકીલ ભરતભાઈની રજુઆતો અને ધારદાર દલીલો ધ્યાનમાં લઈ પથુજીને તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની સખ્ત કેદની સજા કરેલ અને ત્રણ હજાર રૂપીયા દંડનો હુકમ કરવામાં આવ્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code