અદાવત રાખ્યાની મારા-મારી બાદ આરોપીને ત્રણ વર્ષની કેદ
અટલ સમાચાર,પાલનપુર બે વર્ષ અગાઉ અરડવાસના ઠાકોર સોવનજી સાંજે મંડળીમાં દૂધ ભરાવી ઘર તરફ જઇ રહયા હતા ત્યારે વનાજી જવાનજી ઠાકોરે વિજચોરીની માહિતિ આપી હોય તેવી શંકા રાખી બબાલ કરી હતી. આ દરમ્યાન ભેમાજી માધાજી ઠાકોરે દૂકાનથી લોખંડનું બાટ આપી સોવનજીને મારવા પ્રેરણા આપી હતી. જેથી ઉશ્કેરાઇ જઇ ઠાકોર સોવનજીને માથામાં જમણા કપાળના ભાગે ઇજા
Dec 26, 2018, 18:08 IST

અટલ સમાચાર,પાલનપુર
બે વર્ષ અગાઉ અરડવાસના ઠાકોર સોવનજી સાંજે મંડળીમાં દૂધ ભરાવી ઘર તરફ જઇ રહયા હતા ત્યારે વનાજી જવાનજી ઠાકોરે વિજચોરીની માહિતિ આપી હોય તેવી શંકા રાખી બબાલ કરી હતી. આ દરમ્યાન ભેમાજી માધાજી ઠાકોરે દૂકાનથી લોખંડનું બાટ આપી સોવનજીને મારવા પ્રેરણા આપી હતી. જેથી ઉશ્કેરાઇ જઇ ઠાકોર સોવનજીને માથામાં જમણા કપાળના ભાગે ઇજા પહોંચાડી હતી. જેથી તેઓ બેભાન થઇ ગયેલા. ત્યારબાદ તેમને પાટણની ખાનગી હોસ્પીટલમાં તેમજ મહેસાણામાં ન્યુરોસર્જનના ત્યાં સારવાર લીધી હતી. જે બનાવ સંબધે ફરીયાદ થઇ હતી. જે કેસ નામદાર શિહોરી કોર્ટમાં ચાલી જતાં મેજીસ્ટેટ ઘ્વારા તપાસવામાં આવેલ વિગતો તેમજ સરકારી વકીલની રજુઆતો અને દલીલોને ધ્યાનમાં રાખી બંનેય આરોપીઓને ઇ.પી.કો કલમ 326 મુજબ ગુનેગાર ઠેરવી ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને ત્રણ હજારના દંડની સજાનો હુકમ કર્યો હતો.