શિહોરી-પાટણ હાઈવે પર ગાડીચાલકે બે બાઈક અડફેટે લીધાઃઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
ભગવાન રાયગોર,કાંકરેજ શિહોરી-પાટણ હાઈવે રોડ ઉપર આજે હીટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. જેમાં સ્વીફ્ટગાડીના ચાલકે બે બાઈક સવારોને અડફેટમાં લેતા ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બનાવના સમાચાર 108 એમ્બ્યુલન્સને આપતા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઈ ઈજાગ્રસ્તોને પાટણ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં ભોગ બનેલ યુવક કંબોઈ ગામનો હોવાનું અને તેને શિહોરી સરકારી
Dec 22, 2018, 21:30 IST

ભગવાન રાયગોર,કાંકરેજ
શિહોરી-પાટણ હાઈવે રોડ ઉપર આજે હીટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. જેમાં સ્વીફ્ટગાડીના ચાલકે બે બાઈક સવારોને અડફેટમાં લેતા ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બનાવના સમાચાર 108 એમ્બ્યુલન્સને આપતા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઈ ઈજાગ્રસ્તોને પાટણ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
અકસ્માતમાં ભોગ બનેલ યુવક કંબોઈ ગામનો હોવાનું અને તેને શિહોરી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. બીજા એકને પાટણ હોસ્પિટલ ખાતે ખસેડાયેલ છે.