શિહોરી પોલીસે ચોરીના બે આરોપી ઝડપ્યાઃ 46,000નાે મુદ્દામાલ કબજે

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ શિહોરી ગાયત્રી સોસાયટીમાં આવેલ એરટેલ કંપનીની ઓફીસની સીડી નીચેથી બેટરી નંગ 48 કિંમત રૂ. 48,000/-ની તા.2/1/2019 ચોરી થયેલ. જેની ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતે પો.સબ.ઇન્સ.પી.જે. જેટવા તથા શિહોરી પોલીસે તપાસમાં હતા ત્યારે બાતમી આધારે ઉદરીવાંસમાં રહેતા શંકદાર અરવિંદજી સાંમતાજી ઉર્ફ
 
શિહોરી પોલીસે ચોરીના બે આરોપી ઝડપ્યાઃ 46,000નાે મુદ્દામાલ કબજે

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ શિહોરી ગાયત્રી સોસાયટીમાં આવેલ એરટેલ કંપનીની ઓફીસની સીડી નીચેથી બેટરી નંગ 48 કિંમત રૂ. 48,000/-ની તા.2/1/2019 ચોરી થયેલ. જેની ફરિયાદ નોંધાઈ હતી.

આ બાબતે પો.સબ.ઇન્સ.પી.જે. જેટવા તથા શિહોરી પોલીસે તપાસમાં હતા ત્યારે બાતમી આધારે ઉદરીવાંસમાં રહેતા શંકદાર અરવિંદજી સાંમતાજી ઉર્ફ ચકાજી ઠાકોર (વાઘેલા)ની પુછપરછ કરતા ગુનાનો ભેદ ઉઘાડો પાડ્યો હતો. જેણે જણાવ્યું હતું કે, ચોરાયેલ બેટરીઓ પોતે તથા સંજયજી નટવરજી ઠાકોર રહે. સમણવા તા. કાંકરેજ વાળાઓએ મળી ચોરી હતી. આ બન્ને આરોપીઓને પકડી લઇ શિહોરી પોલીસે ગુના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.