શિહોરી પોલીસ વિસ્તારમાંથી દારૂ સાથે એકને ઝડપ્યોઃ 5,83,700નો મુદ્દામાલ કબજે
અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) બનાસકાંઠા જિલ્લાના શિહોરી પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ બોટલ નંગ 1302 કી.રૂ.1,77,700/- નો ભરેલી ગાડી સાથે કુલ મુદ્દામાલ-5,83,700/- સાથે એક ઇસમને આર.આર.સેલ. ભુજ રેન્જ પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ મહાનિરિક્ષક ડી.બી.વાઘેલા સરહદી રેન્જ ભુજનાઓની કડક અમલવારી કરવા મળેલ સૂચના આધારે જી.એમ.હડિયા પો.સ.ઇ. આર.આર.સેલ ભુજનાઓના સીધા માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. અંબાલાલ
Jan 10, 2019, 15:39 IST

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)
બનાસકાંઠા જિલ્લાના શિહોરી પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ બોટલ નંગ 1302 કી.રૂ.1,77,700/- નો ભરેલી ગાડી સાથે કુલ મુદ્દામાલ-5,83,700/- સાથે એક ઇસમને આર.આર.સેલ. ભુજ રેન્જ પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ મહાનિરિક્ષક ડી.બી.વાઘેલા સરહદી રેન્જ ભુજનાઓની કડક અમલવારી કરવા મળેલ સૂચના આધારે જી.એમ.હડિયા પો.સ.ઇ. આર.આર.સેલ ભુજનાઓના સીધા માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. અંબાલાલ તથા હેડ કોન્સટેબલ વિપુલ સહીત સ્ટાફના માણસો શિહોરી પાટણ હાઇવે રોડ ઉપર વોચ પેટ્રોલિંગમાં હતા.
આ દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે બુકોલી તરફથી એક ગાડીમાં એક ઈસમ ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ભરી ઉંબરી તરફ આવી રહેલ છે.
જે હકીકત આધારે ઉંબરી ગામે બુકોલી ત્રણ રસ્તા પર નાકા બંધી કરી શિહોરી ટાઉન ખાતેથી ડાભી મુકેશસિંહ મોહનસિંહ રહે.શિહોરી જી.બનાસકાંઠા વાળાને દારૂ બોટલ 1302 કી.રૂ.1,77,700/- મોબાઈલ નંગ-3, કિ.રૂ.6000 તથા ગાડીની કિમત રૂ.4,00,000 મળી કુલ.કી રૂ.5,83,700/- ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. આ અંગે આગળની તપાસ શિહોરી પોલીસને સોંપેલ છે