આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડીસા

રાજ્યભરમાં આગામી તારીખ ૦૭ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે ત્યારે વિદ્યાર્થીઓને પૂરતું વાંચન કરે તે માટે સમય અપાતો હોય છે. ત્યારે વિવિધ શાળાઓ અને ટ્યૂશન ક્લાસીસમાં ધોરણ ૧૦ અને ૧૨ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું પુરતું માર્ગદર્શન મળી રહે એ હેતુથી વિદાય સમારોહનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે શિહોરી ખાતે આવેલ કોન્સેપ્ટ ટ્યુશન ક્લાસીસ માં ધોરણ ૧૦ અને ૧૨ નો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. વનરાજ સિંહના હસ્તક કેક કાપી દીક્ષાંત પ્રસંગે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ દીક્ષાંત પ્રસંગે ડોક્ટર વનરાજ સિંહ વાઘેલા,(આનંદ હોસ્પિટલ પાટણ),દિનેસભાઈ વાઘેલા (દિયા ક્લિનિક થરા) અરવિંદભાઈ વાઘેલા (સદારામ વાસણ ભંડાર) અરવિંદભાઈ રતનપુરા (સદભાવના કાર્યકર), કોન્સેપ્ટ ટ્યુશન ક્લાસીસના એમ. ડી,પ્રવીણભાઈ ટી વાઘેલા, આ ટ્યુશન ક્લાસીસમાં ફરજ બજાવી રહેલા શિક્ષકો દશરથભાઈ, શૈલેષભાઈ ,સલીમભાઈ, વિષ્ણુભાઈ ,દર્શનાબેન, અને ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ વિદાય સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.
ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને ડોક્ટર વનરાજસિંહ વાઘેલા દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં તેમને વિદ્યાર્થીઓને આર્શીવચન પાઠવ્યા હતા અને પૂરતો માર્ગદર્શન પણ આપ્યું હતું. આ કાર્યક્રમની અંતે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગરબા રમતે નજરે જોવા મળ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code