શિહોરી ખાતે પાણી વિતરણ યોજના અંતર્ગત વાસમો કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર,કાંકરેજ પ્રજાસતાક દીનની ઉજવણીના ભાગરૂપે પાણી વિતરણ યોજના અને મરામત અને નિભાવણી વ્યવસ્થા કાર્યશાળા દ્વારા પાણી બચાવો અભિયાન શિહોરી આગંણવાડી ખાતે કાર્યક્રમ વાસમો બનાસકાંઠા યોજવામાં આવ્યો હતો. કાંકરેજ તાલુકા મથક શિહોરી ખાતે વાસમો બનાસકાંઠા જિલ્લા વહીવટી અધિકારીઓ દ્વારા ગુજરાત રાજયમાં પ્રજાસતાક દિન ઊજવણી બનાસકાંઠા જિલ્લા વડા મથક પાલનપુર ખાતે હોવાથી પાણી બચાવો અભિયાન કાર્યકમ
 
શિહોરી ખાતે પાણી વિતરણ યોજના અંતર્ગત વાસમો કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર,કાંકરેજ

પ્રજાસતાક દીનની ઉજવણીના ભાગરૂપે પાણી વિતરણ યોજના અને મરામત અને નિભાવણી વ્યવસ્થા કાર્યશાળા દ્વારા પાણી બચાવો અભિયાન શિહોરી આગંણવાડી ખાતે કાર્યક્રમ વાસમો બનાસકાંઠા યોજવામાં આવ્યો હતો.
કાંકરેજ તાલુકા મથક શિહોરી ખાતે વાસમો બનાસકાંઠા જિલ્લા વહીવટી અધિકારીઓ દ્વારા ગુજરાત રાજયમાં પ્રજાસતાક દિન ઊજવણી બનાસકાંઠા જિલ્લા વડા મથક પાલનપુર ખાતે હોવાથી પાણી બચાવો અભિયાન કાર્યકમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બિજેસભાઈ વ્યાસ(વાસમો) શાબ્દિક સ્વાગત અને કાર્યની રૂપરેખા,મનુભાઈ જોશી, સરપંચ,ચીમનગઢ,વાસમોની કામગીરી અંતર્ગત પાણી વિતરણ વ્યવસ્થા બાબત, બળવતસિંહ પરમાર (વાસમો જિલ્લા ટેક્નિકલ)યોજનાકીય ટેકનીકલ માહિતી બાબત,કનુભાઈ દેસાઈ (જી.કો.પાટણ) મરામત અને નિભાવણી બાબત,પરેશભાઈ બારોટ (જુનિયર લેબ.આસીસટન્ટ)પાણી ગુણવતા ચકાસણી બાબત, કુનાલભાઈ પટેલ (જિ.કો.બનાસકાંઠા)વાસમો યોજનાકીય માર્ગદર્શન, .પી પટેલ(ના.કા.ઇ.શિહોરી),જૂથ યોજના પાણી વિતરણ યોજના બાબત,જે.પી.પટેલ(યુનિટ મેનેજર વાસમો પાલનપુર)કાર્યક્રમ અનુરૂપ માર્ગદર્શન,રમેશભાઈ ઇલસરિયા (વાસમો) આભાર વિધિ,આ પ્રસંગે ગજેન્દ્રભાઈ સામાજિક કાર્યકર્તા, ઇશ્વરભાઈ પટેલ તેમજ તાલુકાના તમામ સરપંચો ,પાણી સમિતિ ના સભ્યો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ પ્રસંગે વાસમોના અધિકારીઓ દ્વારા પાણી બાબતે વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને બનાસકાંઠા જિલ્લામાં કુલ 6 તાલુકાઓ માં લોકોને માહિતી આપી હતી.