File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધનને લઈને નવા સામાચાર સામે આવ્યાં છે. શિવસેના સામે ભાજપ ઝૂક્યું હોવાની ચર્ચાએ જોર પકડયુ છે ત્યારે હવે બંને પક્ષો હવે 24-24 બેઠકો પરથી ચૂંટણી લડશે તે વાત પણ નકકી જેવી મનાઇ રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના શરતોને આધારે ગઠબંધન કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર શિવસેના અને ભાજપનાં ગઠબંધનને લઈને આજે શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બેઠક પણ બોલાવી. જેમાં ગઠબંધનનો મુદ્દો મહત્વનો છે. અગાઉ શિવસેના-ભાજપ ગઠબંધનની ચર્ચાને રાજ્યમાં ભાજપનાં વરિષ્ઠ નેતા અને મહેસૂલ મંત્રી ચંદ્રકાંત પાટીલનાં એક નિવેદને એવું જણાવતા એવો દાવો કર્યો હતો કે, શિવસેના-ભાજપ વચ્ચે નિયમિત બેઠકો યોજાઈ રહી છે. શિવસેના-ભાજપ ગઠબંધનની કોઈ પણ સમયે જાહેરાત થઈ શકે છે.
એવું પણ બહાર આવ્યું હતું કે, શિવસેના દ્વારા વધુ બે સીટની માંગણી કરવામાં આવી હતી. વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં શિવસેનાએ રાજ્યમાં 20 બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને તેમાં 18 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે ભાજપે 24 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 23 બેઠકો પર જીત મેળવી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code