થરામાં શિવરાત્રી નિમીતે વાળીનાથ મંદીરે મેળો ભરાયો

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) સોમવારે શિવારાત્રી નિમીત્તે શિવના મંદીરોમાં ભીડ ઉમડી પડી હતી. ત્યારે સોમવારે કાંકરેજ તાલુકાના થરામાં આવેલ વાળીનાથ ભગવાનનો મહાશિવરાત્રિનો ભાતીગળ મેળો ભરાયો હતો. લાખો ભાવિકો દૂર દૂરથી દર્શન કરવા આવ્યા હતા. ખજૂર, ટોપરૂ, સુખડી તેમજ શ્રીફળનો ભોગ ધરાવાયો હતો. આ મંદિરનો ઇતિહાસ ભગવાન શ્રી ક્રૃષ્ણ જ્યારે ગોકુળ મથુરા થી દ્વારકા આવવા
 
થરામાં શિવરાત્રી નિમીતે વાળીનાથ મંદીરે મેળો ભરાયો

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

સોમવારે શિવારાત્રી નિમીત્તે શિવના મંદીરોમાં ભીડ ઉમડી પડી હતી. ત્યારે સોમવારે કાંકરેજ તાલુકાના થરામાં આવેલ વાળીનાથ ભગવાનનો મહાશિવરાત્રિનો ભાતીગળ મેળો ભરાયો હતો. લાખો ભાવિકો દૂર દૂરથી દર્શન કરવા આવ્યા હતા. ખજૂર, ટોપરૂ, સુખડી તેમજ શ્રીફળનો ભોગ ધરાવાયો હતો. આ મંદિરનો ઇતિહાસ ભગવાન શ્રી ક્રૃષ્ણ જ્યારે ગોકુળ મથુરા થી દ્વારકા આવવા નીકળ્યા ત્યારે મધ્યપ્રદેશમાંથી ભરવાડ, આહિર અને હિમાચલમાંથી ભરવાડ અને રાજસ્થાનથી ભગવાન શ્રીક્રૃષ્ણ સાથે દ્વારકા જવા નીકળ્યા. રસ્તે ચાલતા ચાલતા ગુજરાત આવ્યા અને ગુજરાતના ઉત્તર કાંઠે આવેલ જંગલમાં બનાસ નદીના કાંઠે આવી રોકાયા હતા. જ્યાં ભગવાન ભરવાડ, આહિરોને પડાવ નાખ્યો હતો. અત્યારે થરામાં ભગવાન શ્રી ક્રૂષ્ણએ શિવલિંગની સ્થાપના કરી તે સ્થળ વાળીનાથના નામથી જાણીતું છે. થરામાં વાળીનાથ મહાદેવ મંદિરે દર વર્ષે રક્ષાબંધન તેમજ મહાશિવરાત્રિનો મોટો મેળો ભરાય છે. આ મેળામાં દર્શન કરવા માટે કચ્છ-કાઠિયાવાડ, રાજકોટથી ભરવાડો આવે છે. થરામાં મહાશિવરાત્રિના દિવસે મંદિરના મહંત ઘનશ્યામપૂરી બાપુના સુંદર અને કુશળ વહીવટમાં લાખો ભાવિકો દર્શનાર્થે આવે છે. મહાશિવરાત્રિનો મોટો મેળાનો આનંદ અને ભગવાન મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.