શિવરાત્રી: જૂનાગઢમાં જોવા મળી નાગા બાવાઓની ડમરૂ યાત્રા,જાણો વધુ

અટલ સમાચાર,ડેસ્ક કુંભ મેળા પછી ગુજરાતમાં જૂનાગઢના ભવનાથનો મેળોના અલગ જ મહાત્મય હોય છે. હાલ જૂનાગઢના ગિરનાર તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહાવદ નોમના દિવસથી ભવનાથ મંદિરે ગિરનારની શિવરાત્રીના કુંભમેળાનો પ્રારંભ થાય છે. જેને લઇ નાગા સાધુઓએ ભવનાથના મુખ્ય રસ્તાઓ પર ડમરૂ યાત્રા કાઢી હતી. રસ્તાઓ બમબમ ભોલે
 
શિવરાત્રી: જૂનાગઢમાં જોવા મળી નાગા બાવાઓની ડમરૂ યાત્રા,જાણો વધુ

અટલ સમાચાર,ડેસ્ક

કુંભ મેળા પછી ગુજરાતમાં જૂનાગઢના ભવનાથનો મેળોના અલગ જ મહાત્મય હોય છે. હાલ જૂનાગઢના ગિરનાર તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહાવદ નોમના દિવસથી ભવનાથ મંદિરે ગિરનારની શિવરાત્રીના કુંભમેળાનો પ્રારંભ થાય છે.

જેને લઇ નાગા સાધુઓએ ભવનાથના મુખ્ય રસ્તાઓ પર ડમરૂ યાત્રા કાઢી હતી. રસ્તાઓ બમબમ ભોલે અને હરહર મહાદેવના નારાથી ગૂંજી ઉઠ્યા છે. આ યાત્રામાં નાગા સાધુઓ સાથે અનેક શ્રદ્ધાળુઓ પણ આ ડમરુ યાત્રામાં જોડાયા હતા.

દર વર્ષની જેમ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ આ મેળાના દર્શન કરવા દૂર દૂરથી આવે છે. જે માટે તંત્ર દ્વારા પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે.નાગા સાધુઓ આ મેળામાં ખાસ અકર્ષણનું કેન્દ્ર રહે છે. તમામ અખાડાના નાગા સંન્યાસીઓ આ મેળાનું અનોખું આકર્ષણ જમાવે છે.

શિવરાત્રી: જૂનાગઢમાં જોવા મળી નાગા બાવાઓની ડમરૂ યાત્રા,જાણો વધુ

મહત્વનું છે કે ,શિવરાત્રીના દિવસે પણ અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટશે તેવી તંત્રએ આશા દર્શાવી છે. જેને લઈને પણ તમામ તૈયારીઓ અહીં પૂર્ણ કરી લેવામાં આવી છે.

શિવરાત્રી: જૂનાગઢમાં જોવા મળી નાગા બાવાઓની ડમરૂ યાત્રા,જાણો વધુ

શિવરાત્રીમાં અહીં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. જોકે અત્યારે હાલ બમ બમ ભોલે અને જય ગિરનારીનાં નાદ સાથે દેશ વિદેશથી સાધુ સંતોનું આગમન પણ થવા લાગ્યું છે.