હડકંપ@ગાંધીનગર: વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી સનસનાટી મચી, સમગ્ર વિસ્તારમાં હાઈ-એલર્ટ જાહેર

 
દોડધામ
કોંગ્રેસ પક્ષના સિનિયર ધારાસભ્યએ જણાવ્યું કે, "આ ફેકુ સરકારમાં ફેક ઇમેઇલ મળ્યા છે"

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આજે સનસનાટી મચી ગઈ છે. અનામી ઇમેલ દ્વારા મળેલી આ ધમકીમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિધાનસભા સહિત રાજ્યના અનેક મહત્વના ઠેકાણે બોમ્બ મૂકવામાં આવ્યા છે. આજે સવારે 9 વાગ્યે મળનારી વિધાનસભાની બેઠક આ ધમકીને પગલે તાત્કાલિક અસરથી મોકૂફ રાખવામાં આવી છે. ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ તમામ ધારાસભ્યો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી આખું સંકુલ ખાલી કરાવાયું હતું.

હાલમાં વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે.ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS), બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ આખા સંકુલને ઘેરી લઈને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઇમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે અંગે સાયબર ક્રાઈમની ટીમ તપાસ કરી રહી છે. હાલ સમગ્ર ગાંધીનગરમાં હાઈ-એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિધાનસભામાં ઇમેલની ધમકી મળ્યા બાદ ભાજપના મંત્રીઓને ધારાસભ્યો સ્વર્ણિમ સંકુલ 1 - 2 ખાતે જવાની સૂચના આપવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્યો મેં કોઈ સૂચના વિધાનસભા ધ્વારા આપવામાં આવી ન હતી.

આ બાબતે કોંગ્રેસ પક્ષના સિનિયર ધારાસભ્ય અને પક્ષના દંડક શૈલેષ પરમારે જણાવ્યું હતું, "આ ફેકુ સરકારમાં ફેક ઇમેઇલ મળ્યા છે, અમે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો એ સ્થળ છોડ્યું નથી, ગૃહ કોઈ સંજોગોમાં ગૃહ છોડવું ન જોઈએ આવા ઈમેલ થી , આતો સરકાર ડરી ગઈ છે તો પ્રજામાં કેવો મેસેજ જાય. ઇમેઇલ   ધમકી મળતાની સાથે જ ગૃહની કાર્યવાહી શરૂ થાય એ પહેલા જ અધિકારીઓને કર્મચારીને સૂચના આપવામાં આવી હતી ત્યારબાદ તેઓ એ વિધાનસભામાં પોતાના કેબિન છોડી દીધા હતા. વિધાનસભા ખાતે ચેકિંગ ગેટ આગળ માત્ર ધારાસભ્યોને જવાની સૂચના હતી ત્યારે તેમના સ્ટાફને તેમની સાથેના જવા દેવા માટે પોલીસે જણાવેલ હતું.