File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ગાંધીનગર

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધનના સમાચાર સાંભળી ભાજપ જ નહીં પરંતુ વિરોધી દળોના નેતા પણ સુષમા સ્વરાજના નિધનથી સ્તબ્ધ છે. આજે સુષમા સ્વરાજના નિધનથી આખા દેશના દિગ્ગજ નેતાઓમાં શોકની લાગ્ણી વ્યાપી ગઇ છે. બીજી બાજુ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે.

7મી ઓગસ્ટનાં એટલે આજે રૂપાણી સરકાર ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. પરંતુ સુષમા સ્વરાજના નિધનથી ભાજપના ગુજરાતમાં તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ભાજપના સંગઠન પર્વ દ્વારા તમામ કાર્યક્રમો કેન્સલ કરવામાં આવ્યા છે. સુષમા સ્વરાજના નિધનથી દુ:ખી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સોક વ્યક્ત કર્યો હતો.

File Photo

આ સિવાય ગુજરાત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ પણ શોક પાળ્યો હતો. જીતુ વાધાણીએ પણ શોક વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ પણ શોક વ્યક્ત કર્યો હતો. આજે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી આજે બુધવારે ‘મનની મોકળાશ’ કાર્યક્રમ અંતર્ગત લોકો સાથે સંવાદ કરવાનાં હતાં. જેને પણ મુલતવી રાખવામાં આવ્યો છે.

drda inside meter add

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code