હડકંપ@લાઇબ્રેરી: 7.3 કરોડના વેપારમાં પિતા-પુત્રની જોડીએ કરી ભાવ હરિફાઈ, કોન્ટ્રાક્ચુઅલ નિયામક રહ્યા મૌન
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ગ્રંથાલય નિયામકની કચેરી દ્વારા તબ્બકાવાર થયેલા 2 ટેન્ડરમા(વધુ પણ હોઈ શકે) જે ત્રણ એજન્સીઓ વચ્ચે આર.એ થયું તેમાં એક જ પરિવારની બે પેઢી વચ્ચે ભાવ હરિફાઈ જબરજસ્ત થઈ હતી. 3 માંથી 2 એજન્સીના પ્રોપરાઇટર ઘરના ભૂવા ઘરના ડાકલા જેમ હોય એટલે વેપાર લેવાની હરિફાઈ થાય? આ બધી જ બાબતો કરાર આધારિત નિયામકને ખબર હોવા છતાં મૌની બાબા રહ્યા તેના પાછળ કારણ સો ટકા છે. સરેરાશ 7 કરોડથી વધુનો વેપાર થાય અને દેખાડો કરવા પૂરતી 3 એજન્સીઓ લાવી/બતાવી નાટ્યાત્મક ભાવ હરિફાઈ થાય અને કરોડોનુ પેમેન્ટ મંજૂર કરનાર સાહેબ ખાલી ખાલી જોઈ રહે? આ સમગ્ર મુદ્દે આજે સૌથી મોટી પડતાલ.
ગાંધીનગર સ્થિત રમતગમત અને યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હેઠળ આવતી ગ્રંથાલય નિયામકની કચેરીને ખૂબ સારા દિવસો ચાલી રહ્યા છે. વિકાસ કામોની અતિ ભરમાર વચ્ચે સેટિંગ્સબાજી છૂપાવવા પણ ઓછી દોડધામ નથી. ખૂબ જ ટૂંકા સમયમાં સ્માર્ટ ગ્રંથાલય ઉભા કરવા કચેરીના વડા નિયામકે(કરાર આધારિત) અનેક ટેન્ડર કર્યા તેમા તાજેતરના 2 ટેન્ડર સેટિંગ્સબાજીથી ભરપૂર રહ્યા હતા. અગાઉ સરેરાશ 3 કરોડનુ ટેન્ડર આવ્યું પછી હમણાં 4.3 કરોડનું ટેન્ડર આવ્યું ત્યારે બંનેમાં ગમ્બોલ, ગુડયુઝ અને ટોયક્રા વચ્ચે કાંટે કી ટક્કર એટલે કે વેપાર લેવા ભાવ હરિફાઈ થઈ. બે એજન્સી તો એક જ પરિવારની છે અને ત્રીજી પણ તેમનાં જ ગોઠવણવાળાની છે ત્યારે કરાર આધારિત નિયામક દાવો કરે છે કે, પારદર્શક ખરીદી થઈ. વાંચો નીચેના ફકરામાં.
સમગ્ર મામલે ભાંડો ત્યારે ફુટે છે કે, ગમ્બોલ, ગુડયુઝ અને ટોયક્રા વિશે તમે ગુગલ, એઆઇ ટુલ અને વિવિધ સરકારી વેબસાઇટનો ઉપયોગ કરી વિગતો મેળવો ત્યારે સેટિંગ્સવાળા વેપારનો પર્દાફાશ થાય છે. એક જ વિસ્તારની બે એજન્સી, તેમાં પણ પિતા પુત્ર અને ત્રીજી એજન્સી પોતાના જ વેબસાઈટમાં દાવો કરે કે, અમે રમકડાંની 2 એજન્સી સાથે વેપારમાં છીએ. ભારત સરકારની કમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયા, ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસની જોગવાઈ અને પારદર્શક ખરીદનિતી સહિતના મામલે રૂપિયા 7 કરોડથી વધુની ખરીદી મુદ્દે કડક તપાસ થઈ શકે તેવા મજબૂત પુરાવા છતાં કરાર આધારિત નિયામક મૌની બાબા બધી બેઠા છે. આ મૌની બાબા શું સરકારને નાણાંકીય મુદ્દે મદદ નહિ કરવા અન્ય કોઈને અથવા પોતાને મદદ કરવા સેટિંગ્સ થવા દે છે????

