File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ભાભર

ભાભર તાલુકાના ગામેથી એક ઇસમ ધોરણ-6માં ભણતી કિશોરીને લલચાવી-ફોસલાવી ભગાડી જતાં ચકચાર મચી ગઇ છે. ગત દિવસોએ રાત્રે સુઇ ગયા બાદ સવારે કિશોરી નહીં મળતાં પરિવારે બેબાકળા બની શોધખોળ હાથ ધરી હતી. નોંધનિય છે કે, અગાઉ પણ ઇસમ કિશોરીને લઇ ગયા બાદ પરત મુકી ગયો હોઇ અને બંને પરિવારો વચ્ચે સમાધાન પણ થયુ હતુ. જોકે શંકાના આધારે પરિવારે ઇસમના ઘરે તપાસ કરતાં તે પણ હાજર નહીં મળી આવતાં કિશોરીના પિતાએ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના જાશનવાડા ગામમાં સગીરાને ભગાડી જવાની ઘટના સામે આવી છે. ગામમાં ખેતી કરતો પરિવાર ગત તા.19-4-2021ના રોજ રાત્રે ઘરની બહાર સુઇ ગયો હતો. જોકે વહેલી સવારે ઉઠીને જોતાં તેમની ધોરણ-6માં અભ્યાસ કરતી 11 વર્ષિય કિશોરી જોવા નહીં મળતાં બેબાકળા બની શોધખોળ હાથ ધરી હતી. નોંધનિય છે કે, આ અગાઉ લુદરીયાવાસ, ભાભર ગામના લેરાજી મેવાજી ઠાકોર કિશોરીને તેની સાથે લઇ ગયો હતો અને સાંજના પરત મુકી ગયો હતો. જે શંકાના આધારે ઇસમના ઘરે શોધખોળ હાથ ધરી હતી. જોકે યુવક અને સગીરા નહીં મળતાં અને યુવકના માતા સંતોષકારક જવાબ નહીં આપતાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે , ઉત્તર ગુજરાતમાં સગીરા-કિશોરીની ભગાડી જવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ગત સોમવારે રાત્રે ભાભર ગામનો ઇસમ સગીરાને લલચાવી-ફોસલાવી અપહરણ કરી ભગાડી ગયો હતો. સમગ્ર મામલે કિશોરીના પિતાએ ભાભર ગામના ઇસમ લેરાજી મેવાજી ઠાકોર સામે ભાભર પોલીસ મથકે આઇપીસી 363, 366 મુજબ ગુનો નોંધાવ્યો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code