ચોંક્યાં@દેશ: વહેલી સવારથી દૈનિક ભાસ્કર ગ્રુપની ઓફિસોમાં આવકવેરા વિભાગના દરોડા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે આજે વહેલી સવારથી જ દૈનિક ભાસ્કર ગ્રુપની ઓફિસોમાં આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. દૈનિક ભાસ્કર ગ્રૃપના માલિકોની ઓફિસોમાં ઈન્કમટેક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. આજ સવારથી આઈટી વિભાગ દ્વારા અમદાવાદ, ભોપાલ, જયપુર સહિતની ઓફિસમાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં વિવિધ જગ્યાએ આવેલી
 
ચોંક્યાં@દેશ: વહેલી સવારથી દૈનિક ભાસ્કર ગ્રુપની ઓફિસોમાં આવકવેરા વિભાગના દરોડા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે આજે વહેલી સવારથી જ દૈનિક ભાસ્કર ગ્રુપની ઓફિસોમાં આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. દૈનિક ભાસ્કર ગ્રૃપના માલિકોની ઓફિસોમાં ઈન્કમટેક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. આજ સવારથી આઈટી વિભાગ દ્વારા અમદાવાદ, ભોપાલ, જયપુર સહિતની ઓફિસમાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં વિવિધ જગ્યાએ આવેલી દૈનિક ભાસ્કર જુથની ઓફિસોમાં તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આઈટી વિભાગની ટીમો દ્વારા અમદાવાદ સહિત ભોપાલ અને જયપુરમાં સર્ચ ઓપરેશન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દેશનું જાણીતું અખબાર દૈનિક ભાસ્કર જુથની દેશમાં અનેક ઓફિસ આવેલી છે. જેમાં ભોપાલ, નોઈડા, ઈંદોર, જયપુર સહિત અનેક જગ્યાઓએ આવેલી ઓફિસોમાં ઈન્કમટેક્ક્ષ વિભાગે સ્થાનિક પોલીસને સાથે રાખને દરોડાની કામગીરી શરૂ કરી છે. મનાઈ રહ્યું છે કે,આખું સર્ચ ઓપરેશનમાં મુંબઈ અને દિલ્હીની ટીમો દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે. દરોડા પાડવામાં આવતા અખબારની ડિજિટલ ટીમને ઘરેથી જ કામ કરવાનું જણાવી દેવામાં આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોરોનાકાળમાં ભાસ્કર જૂથ દ્રારા અનેક અહેવાલો પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. જે બાદમાં અચાનક હવે આજે દરોડાની કાર્યવાહી સામે આવતાં જ સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયાનો દોર શરૂ થયો છે. આમ દેશમાં આવેલી ભાસ્કરની વિવિધ ઓફીસોમાં આઈટી વિભાગે એક સાથે તપાસ શરૂ કરતાં અનેક અટકળો વહેતી થઈ છે. હાલ તો વિવિધ જગ્યાએ આઇટી વિભાગની ટીમ સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરી રહી છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો