ચોંક્યાં@મહેસાણા: ફોનમાં બેંક મેનેજરની ઓળખ આપી મહિલા પાસેથી 67,000 પડાવી લીધા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના મહામારી વચ્ચે મહેસાણામાં ઓનલાઇન છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાન્ડુ કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતી મહિલાએ એક ઇસમે બેંકના મેનેજર તરીકે ઓળખ આપી વિશ્વાસમાં લીધા હતા. આ સાથે તેમના પતિ પણ કોન્ફરન્સ ફોનમાં ચાલુ હોવાનું કહેતાં મહિલાને વિશ્વાસ આવ્યો હતો. જે બાદમાં તેમનું ખાતુ ફ્રિજ થવાનું હોવાનું પૈસા
 
ચોંક્યાં@મહેસાણા: ફોનમાં બેંક મેનેજરની ઓળખ આપી મહિલા પાસેથી 67,000 પડાવી લીધા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે મહેસાણામાં ઓનલાઇન છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાન્ડુ કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતી મહિલાએ એક ઇસમે બેંકના મેનેજર તરીકે ઓળખ આપી વિશ્વાસમાં લીધા હતા. આ સાથે તેમના પતિ પણ કોન્ફરન્સ ફોનમાં ચાલુ હોવાનું કહેતાં મહિલાને વિશ્વાસ આવ્યો હતો. જે બાદમાં તેમનું ખાતુ ફ્રિજ થવાનું હોવાનું પૈસા બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહ્યુ હતુ. જે બાદમાં મહિલાનો વિશ્વાસ કેળવી ઇસમે પોતાના એકાઉન્ટમાં 67,000 મેળવી લીધા હતા. જોકે બાદમાં મહિલાને શક જતાં પોતાના પતિને ફોન કરતાં સમગ્ર ફાંડો ફુટ્યો હતો. જેથી તાત્કાલિક સાયબર ક્રાઇમમાં અરજી આપ્યા બાદ ગઇકાલે મહેસાણા બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેરની કૃણાલ રેસીડેન્સીમાં રહેતાં કિંજલબેન પંકજકુમાર પટેલ સાથે ઓનલાઇન છેતરપિંડીની ઘટના સામે આવી છે. મૂળ વિસનગર તાલુકાના વાલમના પંકજકુમાર પુલાખીદાલ પટેલ પોતાની પત્નિ કિંજલબેન સાથે કૃણાલ રેસીડેન્સીમાં રહે છે. કિંજલબેન ભાન્ડુ એલ.આઇ.ડી.એસ મુકામે લેક્ચચર તરીકે નોકરી કરતાં હોઇ ગત તા.8 માર્ચના રોજ તેઓ ફરજ ઉપર હોઇ અજાણ્યાં નંબર પરથી ફોન આવ્યો હતો. આ તરફ કોન્ફરન્સમાં તેમના પતિ વાત કરતાં હોઇ તેમને કહેલ કે, તુ આ સાહેબ સાથે વાત કરી લે જે. જોકે બાદમાં ફોન કટ થઇ ગયા બાદ ફરીથી ફોન આવતાં ઇસમે પોતે બેંક ઓફ બરોડામાંથી મેનેજર બોલતો હોવાનું કહ્યુ હતુ. જોકે મહિલાને પોતાના પતિ સાથે વાત થઇ હોઇ વિશ્વાસ આવ્યો હતો.

ચોંક્યાં@મહેસાણા: ફોનમાં બેંક મેનેજરની ઓળખ આપી મહિલા પાસેથી 67,000 પડાવી લીધા

આ દરમ્યાન ઇસમે જણાવેલ કે, તમારૂ બેંક એકાઉન્ટ ફ્રીજ થવાનું છે જેથી તમે હું મોકલું એ એકાઉન્ટમાં પૈસા જમા કરાવી દો જે બાદમાં તે પૈસા તમારા ખાતામાં જમા થઇ જશે. આ દરમ્યાન પોતાના પતિ સાથે વાત થઇ હોઇ વિશ્વાસમાં આવી મહિલાએ પહેલાં 50,000 અને બાદમાં ‌17,000 પંકજ સુભાષરાજ રોતના ખાતામાં મોકલી આપ્યાં હતા. જોકે આરોપી ઇસમે મહિલાને કહેલ કે, તમારા પતિનો ફોન હાલ પ્રોસેસમાં હોઇ ફોન આવે તો ઉપાડતાં નથી. જેથી મહિલાના પતિએ વારંવાર ફોન કરવા છતાં મહિલાએ ઉપાડ્યો ન હતો. જોકે ચાલુ ફોનમાં ઇસમ વારંવાર તેના પતિ સાથે વાત કરતો હોવાનો ડોળ કરતાં મહિલાને શક જતાં ફરી તેના પતિનો ફોન આવતાં ઉપાડી લેતાં ઘટસ્ફોટ થયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહિલાએ તેના પતિનો ફોન ઉપાડી પુછતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેથી મહિલાને પોતે ઓનલાઇન ફ્રોડનો શિકાર બની હોવાનું માની સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી. જે બાદમાં ગઇકાલે અજાણ્યાં ઇસમ સામે કુલ 67,000ની છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે મહેસાણા બી ડીવીઝન પોલીસે આઇપીસી 419, 420, 114 અને આઇટી એક્ટની કલમ 66(d) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.